હડમતીયા : ખેતમજૂર પરીવારના ચાર વર્ષની બાળકી ઉપર જંગલી પ્રાણીનો હિસંક હુમલો

- text


ગત મોડી રાત્રે સુતેલી બાળકીને કોઈ જંગલી પ્રાણીએ મોઢામાં દબોચીને ઉઠાવીને લઈ જવાની કોશિશ કરતા ગંભીર ઇજાગ્રસ્ત બાળકીને 108 મારફતે સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ : દીપડો ન હોવાનું જણાવતા ફોરેસ્ટ અધિકારી

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ વાડીમાં ગતમોડીરાત્રે ખેતમજૂર પરિવારની ચાર બાળા પર કોઈ જંગલી પ્રાણીએ હિસંક હુમલો કર્યો હતો. જંગલી પ્રાણીએ આ બાળકીને મોઢામાં લઈ લઈને ઉઠાવી જવાની કોશિશ કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાથી તેણીને તાકીદે 108 મારફત સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જો કે ફોરેસ્ટ અધિકારીએ બાળકી ઉપર હુમલો કરનાર દીપડો નથી એના કોઈ ચિહનો પણ દેખાયા નથી. અને અન્ય કોઈ જંગલી પ્રાણી હોવાનું જણાવીને આ અંગે સઘન તપાસ હાથ ધરી છે.

ટંકારામાં થોડા દિવસ પહેલા માલધારીના પશુઓ ઘેટા-બકરા પર કોઈ વન્ય હિંસક પ્રાણીએ હુમલો કર્યો હતો તેવી જ રીતે હડમતિયા ગામની નજીક વોકળાના કાંઠે આથમણી સાઈડ અને ટંકારાની ઉગમણી સીમમાં ડાકા ગોવિંદ ટપુભાઈની વાડીમાં ઝુંપડાપટ્ટીમાં રહેતા આદીવાસી ખેતમજુર રાત્રે ભર નિંદરમાં સુતા હતા ત્યારે રાત્રીના આશરે ૩ વાગ્યાના સુમારે કોઈ હિંસક પ્રાણીએ હુમલો કરતા આદિવાસી મજુરની બાળકી સોનલ પારસીંગભાઈ ઉ.વ.-૪ ને મોઢા પર ગંભીર રીતે ઘવાય છે. બાળકીને તેની માતા લીલાબેન પડખામાં લઈ સાડીમા વીંટાળી સુતા હતા. તેવા સમયે આ બાળકીને જંગલી પ્રાણી ઉઠાવવાની કોશિષ કરતા માતા પણ બાળકી સાથે ઢસડાઈ હતી પણ બીજા આદિવાસી મજુરો જાગી જતા આ પ્રાણી બાળકીનો શિકાર છોડી ગાયબ થઈ જવા પામ્યુ છે. આ બાબતે તપાસ કરતા પ્રાણીના પંજાના નિશાન મળ્યા છે અને વનવિભાગના ફોરેસ્ટ ઓફિસર કુંડારીયા તેમજ દેત્રોજા સાહેબને જાણ કરતા ઘટના સ્થળે આવવા રવાના થયા છે. બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાય છે.

- text

108ના ડો. વલ્લભભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે મધરાત્રે માસુમ બાળકી ઉપર કોઈ વન્ય પ્રાણીએ હુમલો કર્યો હોવાની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે દોડી જઈને બાળકીને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડી છે. ઘટનાસ્થળે કોઈ જંગલી હિંસક પ્રાણીના આઠેક જેટલા નિશાન જોવા મળ્યા છે. જે કૂતરાના ન હોવાનું અને અન્ય કોઈ જંગલી જનાવર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. આ બાબતે ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, આ જંગલી પ્રાણી દીપડો નથી અને દીપડાના કોઈ નિશાનો જોવા મળ્યા નથી. જો કે પવનના કારણે નિશાનો ઘુંધળા થઈ ગયા છે. કદાચ આ જંગલી જનાવર નોળીયો કે અન્ય પ્રાણી હોઈ શકે છે. આ દિશામાં હાલ સઘન તપાસ ચાલી રહી છે.

- text