મોરબી : સર્વ શિક્ષા અભિયાન દ્વારા ટ્રાન્સપોર્ટ સુવિધા અંતર્ગત ડ્રાઈવર તાલીમ યોજાઈ

- text


તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા

મોરબી : સર્વ શિક્ષા અભિયાન, ડિસ્ટ્રીક પ્રોજેક્ટ કચેરીના એસ.ટી.પી.વિભાગ દ્વારા પ્રાથમીક શાળાનું અંતર એક કીમીથી વધુ હોય,અને ઉચ્ચ પ્રાથમિક શાળાનું અંતર ત્રણ કિમિથી વધુ હોય એવી 31 શાળામાં 1025 એક હજાર પચીસ બાળકો માટે મફત વાહન સુવિધા ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી આપવામાં આવે છે જેમાં વાહન ચલાવતા ડ્રાઈવર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા સલામતી અને નિયમિતતા જળવાય, એ માટે આર.ટી.ઓ. કચેરી અને એસ.એસ.એ.કચેરી મોરબીના સંયુક્ત ઉપક્રમે ડ્રાઇવરની કુશળતા અને વર્તણુકની તાલીમ અપાઈ હતી.

- text

જેમાં ડ્રાઈવરે પોતાના તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ જેવા કે , લાયસન્સ, વાહનની આર.સી.બુક, પી.યુ.સી. વિમાન કાગળો,વગેરે સાથે લઈ આવેલ હતા,તાલીમમાં આવેલ તમામને સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યા હતા,તાલીમનું આયોજન જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર મયૂર એસ.પારેખના માર્ગદર્શન હેઠળ થયું હતું અને મુકેશભાઈ ડાભી, એસ.ટી.પી.કો.ઓર્ડિનેટર અને આશિષભાઈ રામાવત બી.આર.પી.એસ.ટી.પી.એ સમગ્ર તાલીમનું આયોજન કર્યું હતું ટ્રાન્સપોર્ટ સુવિધા અંગે ડ્રાઈવર તાલીમ સાથે મહત્વની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

- text