મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે શિક્ષણમંત્રી સાથે બેઠક યોજાઈ

- text


મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા ગત તા. 19/12/2019 ના રોજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, માનનીય શિક્ષણ સચિવ વિનોદ રાવ તેમજ શિક્ષણ નિયામક એમ. આઈ. જોષી સાથે રૂબરૂ બેઠક કરી શિક્ષકોના પડતર પ્રશ્નો જેવા કે સી.સી.સી. પરીક્ષાની મુદત લંબાવવા તેમજ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા, 2010 અને ત્યારબાદ થયેલ ભરતીના શિક્ષકોને 2800 ને બદલે 4200 ગ્રેડ પે આપવા, બોન્ડથી ભરતી થયેલ શિક્ષકોને અરસપરસ બદલીનો લાભ આપવા, જિલ્લા વિભાજન વખતે કે જિલ્લા ફેર બદલી થયેલ શિક્ષકોને 10% ને બદલે 50% મહેકમ ખાલી જગ્યા ગણી છુટા કરવા,જિલ્લા ફેર બદલી માટે 40% ને બદલે 100% રેશિયો રાખવામાં આવે, સી.પી.એડ., બી.પી.એડ., બી.પી.ઈ. વાળા શિક્ષકોને પણ ઉચ્ચતર પ્રાથમિક માં વિકલ્પ આપવા બાબત, સ્કૂલ ઇન્સપેક્ટર ની ખાલી પડેલ જગ્યા પર વૈકલ્પિક વ્યવસ્થા કરવી જેથી બાળકોનું શિક્ષણ ના બગડે, શિક્ષકોને બી.એલ.ઓ. તેમજ અન્ય કોઈપણ કામગીરી ન સોંપાય તે બાબતે પરિપત્ર કરવા માટે, વધ માં અન્ય શાળામાં ગયેલ શિક્ષક તેમજ સી.આર. સી. / બી.આર. સી. ને પોતાની શાળામાં જગ્યા પડે તો લાભ આપવા બાબત, એચ. ટાટ. શિક્ષકોનો વધ નો બદલી કેમ્પ રદ કરવા બાબત તમેજ મૂળ જગ્યાએ જાળવી રાખવા તેમજ ભરતી વખતે જે સંખ્યા પ્રમાણે મહેકમ આપેલ તે જાળવી રાખવામાં આવે તેને આધારે વધ-ઘટ ન બદલી કેમ્પ થાય, એચ.ટાટ. માં બઢતી થી આવેલ શિક્ષકોને પરત જવાની એક તક આપવા, બ્રિજ કોર્ષમાં બી.એડ.,બી.પી.એડ.,ડી.પી.એડ., ને લાયકાત ગણવામાં તેમજ બ્રિજ કોર્ષની પરીક્ષા ટેક્નિકલ કારણસર ન આપી શકનાર અને નાપાસ થયેલ શિક્ષકોને એક વધુ તક આપવા, એકમ કસોટી માસમાં એકવાર જ લેવામાં આવે તો અભ્યાસને ન્યાય આપી શકાય, જૂની પેંશન યોજના પરત લાગુ કરવા, ઉચ્ચતર પગાર ધોરણના કેસમાં ગાંધીનગર હિસાબનીશ કચેરીમાં ખૂબ જ વિલંબ થાય છે તો સત્વરે પ્રક્રિયા પૂર્ણ કરવા બાબત, જિલ્લા પંચાયત માંથી કોર્પોરેશનમાં આવેલ શિક્ષકોને બે જગ્યાએ પેંશન થાય છે તો એક જ જગ્યાએ પેંશન થાય એ બાબત અને તાલુકા/જિલ્લા ના બદલી કેમ્પો સત્વરે કરવા બાબત રજુઆત કરવામાં આવી હતી.

- text

આ રજુઆત માટે પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ ભીખાભાઇ પટેલ,મહામંત્રી રતુભાઈ ગોળ, માધ્યમિક વિભાગના ઘનશ્યામભાઈ પટેલ, ભાવિનભાઈ ભટ્ટ, વિજયભાઈ ખટાણા વગેરે એ ઉપસ્થિત રહી રજુઆત કરી સત્વરે નિકાલ લાવવા માટે રજુઆત કરી હતી.

- text