ઇન્ડિયા’સ સુપર કિડ્સમાં મોરબીની બાળ મોડેલની ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી

- text


મોરબી : થોડા સમય પહેલા મોરબીમાં ઇન્ડિયા’સ સુપર કિડ્સમાં ભાગ લેવા માટે એક ઓડિશનનું આયોજન કરવામાં આવેલ હતું. આ સોની ટીવી પર પ્રસારિત થતી નેશનલ લેવલ કોન્ટેસ્ટ ઇન્ડિયા’સ સુપર કિડ્સનો ગ્રાન્ડ ફિનાલે આગામી તા. 21 ડિસેમ્બરના રોજ મુંબઈ ખાતે યોજનાર છે. જેમાં ભાગ લેવા માટે મોરબીના રવાપર રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં રહેતી 5 વર્ષની બાળ મોડેલ ત્રિશા રાકેશભાઈ કોઠડીયાની પસંદગી કરવામાં આવેલ છે. આમ, મોરબીનુ નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કરવા માટે ત્રિશાને પરિવારજનો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

- text