વાંકાનેરની એલ. કે. સંઘવી વિદ્યાલયમાં હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો

- text


વાંકાનેર : આજે ફિટનેસ ઈન્ડિયા સપ્તાહની ઉજવણી અંતર્ગત શ્રીમતી એલ. કે. સંઘવી વિધાલય અને વી. એસ.ની બહેનોને રાજકોટની કિડની રિસર્ચ હોસ્પિટલ – બી. ટી. સવાણી હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો હતો. તેમજ બહેનોને સ્તન અને ગર્ભાશયના કેન્સરની માહિતી પ્રોજેક્ટર દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ પ્રસંનીય કામગીરી કરાઈ હોવાથી વિધાભારતી વાકાંનેર સંકુલએ તેમનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો. આ કાર્યક્રમ માટે શાળા પરિવાર તથા હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

- text