સિરામિક પ્રોડક્ટ્સની મલ્ટી-પોઇન્ટ લોડિંગની સમસ્યા હવે નહિ નડે, ટેમ્પો એપ્લિકેશનની ધમાકેદાર શરૂઆત..

- text


માત્ર આંગણીના ટેરવે જ પિકઅપ અને ડ્રોપ પોઇન્ટ સિલેક્ટ કરો અને મેળવો ફાસ્ટ ડિલિવરી સર્વિસ : અન્ય શહેરોમાંથી આવતા લોકો માટે ખાસ કેબ સર્વિસ પણ ઉપલબ્ધ

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : સિરામિક માલના ટ્રાન્સપોર્ટેશનમા મલ્ટી-પોઇન્ટ લોડિંગની સમસ્યા વેપારીઓને તેમજ મેન્યુફેક્ચર્સને ખૂબ નડતરરૂપ થતી હોય છે. ત્યારે આ સમસ્યાના સમાધાન માટે મોરબીમાં ટેમ્પો એપ્લિકેશનની ધમાકેદાર શરૂઆત થઈ છે. આ એપ્લિકેશન મુખ્ય વાહન સુધીની ટ્રાન્સપોર્ટેશન સર્વિસ ખૂબ વ્યાજબીભાવે પુરી પાડશે. તો હવે મલ્ટી-પોઇન્ટ લોડીંગ વખતે ટેમ્પો એપ્લિકેશનનો ઉપયોગ અચૂકપણે કરવા જેવો છે.

સિરામિક સિટી તરીકે ઓળખાતા મોરબીમાંથી અનેકવિધ શહેરોના વેપારીઓ ટાઇલ્સની ખરીદી કરે છે. જો કે વેપારીઓ ટાઇલ્સ અલગ અલગ મેન્યુફેકચર્સ પાસેથી ખરીદતા હોવાથી સમસ્યા ઉભી થાય છે. ટ્રાન્સપોર્ટર વધુમાં વધુ બે સ્થળોએથી માલનું લોડીંગ કરાવવાની તૈયારી દર્શાવતો હોય છે. જ્યારે વેપારીને 2થી વધુ મેન્યુફેકચર્સ પાસેથી માલની ખરીદી કરવાની હોય છે તેવા સમયે ખૂબ તકલીફ પડે છે. મુખ્ય વાહન કોઈ એક મેન્યુફેકચર્સને ત્યાં પડ્યું રહે છે. બાકીના મેન્યુફેકચર્સને ત્યાંથી માલ અન્ય વાહન મારફતે લઈ આવવો પડે છે. આમ વેપારી/મેન્યુફેકચર્સ ટ્રાન્સપોર્ટેશન માટે વાહન ગોતવામાં ખૂબ હેરાન થાય છે તેમજ આવા નાના કામ કરવામાં ઘણી વાર બીજા અગત્યના કામ છુટી જતા હોય છે.

આ સમસ્યાના સમાધાન માટે ટેમ્પો એપ્લિકેશન (TempoApp) સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ સર્વિસનો લાભ લેવા માટે વેપારીએ સૌ પ્રથમ પ્લે-સ્ટોરમાંથી ટેમ્પો એપ ઇન્સ્ટોલ કરવાની રહે છે. એપમાં મોરબીના તમામ મેન્યુફેકચર્સના નામ અને સરનામાનો ડેટા સેવ કરવામાં આવ્યો છે. એટલે વેપારીએ માત્ર પિકઅપ પોઇન્ટ અને ડ્રોપ પોઇન્ટ સિલેક્ટ કરવાના રહે છે. બાદમાં માલની ક્વોન્ટીટી સિલેક્ટ કરવાની રહે છે. જેમાં 500 કિલોગ્રામથી લઈને 5 ટન સુધીના ઓપશન હોય છે.

- text

આ ઉપરાંત ઘણા ખરા લોકો મોબાઈલનો વધુ ઉપયોગ જાણતા હોતા નથી. તેઓ પણ આ એપનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. તેઓએ માત્ર આ એપ ઓપન કરીને તેમાં રહેલો કવીક બુક (Quickbook)નામનો ઓપશન સિલેક્ટ કરવાનો રહે છે. આ ઓપશન સિલેક્ટ કરતા ટેમ્પો એપના પ્રતિનિધિ દ્વારા તેમનો કોલ કરીને સંપર્ક સાધવામાં આવશે. જેમાં તેઓ ફોન ઉપર પોતાના પિકઅપ અને ડ્રોપ પોઇન્ટ તેમજ ક્વોન્ટીટી જણાવીને પોતાનો ઓર્ડર આપી શકે છે.

વધુમાં ટેમ્પો એપમાં કેબ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવી છે. આ કેબ સર્વિસમાં કસ્ટમરને અલગ અલગ પેકેજમાં કેબની સર્વિસ ભાડા ઉપર આપવામાં આવે છે(અમદાવાદ થી પિક અપ ડ્રોપ સુવિધા પણ). ખાસ કરીને જે વેપારીઓ પોતાના વ્યવસાયિક કામ માટે મોરબીમાં આવતા હોય છે તેઓ માટે આ કેબ સર્વિસ ખૂબ ઉપયોગી સાબિત થશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

Download Morbi’s First online Tempo and Cab booking App

Android App : https://play.google.com/store/apps/details?id=com.tempouserapp

iOS App : https://apps.apple.com/app/id1484967990

Tempo – app is specially for Tiles Dealers, Manufacturers & Suppilers.

- text