વિધાનસભામાં મોરબીના સિંચાઈ, પાક વીમો, અતિવૃષ્ટિ વળતર સહિતના મુદ્દાઓ રજૂ કરતા ધારાસભ્ય

- text


મોરબી : ગુજરાત વિધાનસભામાં જુદા-જુદા વિભાગની કામગીરી અને પ્રશ્નોમાં મોરબી-માળિયા (મી.)ને સ્પર્શતા પાક વીમો, ખેડૂતોને અતિવૃષ્ટિથી પાકમાં થયેલ નુકસાન તેમજ મચ્છુ-2 સિંચાઇ કેનાલનું લાઇનિંગનું અધૂરું કામ તાકીદે પૂરુ કરવા, સૌરાષ્ટ્રના સિંચાઈના ડેમો નર્મદા નીરથી ભરવાની યોજનામાં મોરબીનો મચ્છુ-2 ડેમ, જે મધર ડે તરીકે જાહેર થયેલો હોય, તેમાં કાયમી ધોરણે પાણી રહે તેમ કરાવી, ઝકીયાળીનો ઘોડાધ્રોઇ ડેમ કાયમી ભરવા, ભૂકંપ વખતે અલગ વસવાટ પામેલા મોરબી – માળીયા (મી.)ના ગામો જેવા કે કેશવ નગર, ન્યુ નવલખી વગેરે ગામોને સનદો આપવા, મોરબી – માળીયા (મી.) તાલુકામાં 60 kv ના સબસ્ટેશનો બાબતે તેમજ પીપળીયા ચાર રસ્તાના ઉદ્યોગીક ઝોન વિસ્તારમાં પૂર્વ વીજ પુરવઠા અંગે, મોરબી તાલુકામાં બાળકોની આંગણવાડીઓ માટે પાકા મકાનની 65 આંગણવાડી કેન્દ્રના મકાનો બાંધવા રજૂઆત કરી હતી.

- text

મોરબી – માળીયા (મી.) તાલુકાના ખેડૂતોના પાક વીમાની ચૂકવણીના મુદ્દે તાત્કાલિક ધોરણે વીમા કંપનીઓ વીમો ચૂકવે તે માટે તાકીદ કરી હતી. ખેડૂતોને પિયત અને બિનપિયત કપાસ, દિવેલા, તલ, મગફળી, બાજરો, એરંડાના પાક વીમાનું જે ખેડૂતોએ પ્રિમીયમ ભર્યુ હોય તેને તાકીદે પાક વીમાનું ચુકવણું થાય તે જરૂરી છે. મોરબી-માળિયા (મી.)ની જર્જરીત પાણી પુરવઠાની પાઇપ લાઇન, ગાળાની તથા પીપળીયા ચાર રસ્તાની ઓવરહેડ ટેન્કનું નવીનીકરણ કરવા તેમજ મોરબી તાલુકાના ૫૭ અને માળીયા મિયાણા તાલુકાના 47 ગામો અને આ યોજના હેઠળ પૂરતું અને સમયસર પીવાનું પાણી મળી રહે તેવી માંગણી કરી હતી.

વધુમાં, ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ટેકનિકલ શિક્ષણના વિધેયક ઉપર બોલતી વખતે મોરબીની એલ.ઈ. કોલેજનો ખાસ ઉલ્લેખ કરી, એક વિરાસત તરીકે આ કોલેજની જાળવણી થાય તેમજ ખૂટતો સ્ટાફ મુકાય તેવી ટકોર કરતા જો 50 વર્ષ પહેલા મોરબીમાં એન્જીનીયરીંગની કોલેજ કામ કરતી હોય તો અત્યારે મેડિકલ કોલેજ આપવામાં સરકાર કેમ વિલંબ કરે છે, એ સમજાતું નથી એમ જણાવ્યું હતું.

આમ, વિધાનસભાના બીજા દિવસે પણ ધારાસભ્ય બ્રિજેશ મેરજા વિધાનસભાની કામગીરીમાં સતત સક્રિય રહીને મોરબી અને માળીયા મીયાણાના પ્રશ્નોને ન્યાય મળે તે માટે તાકીદ કરવાની તક ઝડપી લઇ પોતાના મતવિસ્તારમાં સંવર્ધન કરવા જાગૃતિ કેળવી રહ્યા છે.

- text