મોરબીના ભડિયાદ ગામે અઘારા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

- text


મોરબી : મોરબીના ભડિયાદ ગામે અઘારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. જેમાં ગઈકાલે પોથીયાત્રા નીકળી હતી. આ પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. હાલ આ કથાનું રાજુભાઇ આર સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે.

- text

આ કથામા આવતીકાલે તા. 22ના રોજ ધ્રુવ ચરિત્ર, નૃસિંહ પ્રાગટય, તા.23ના રોજ વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, તા. 24ના રોજ કૃષ્ણલીલા ચરિત્ર, તા. 25ના રોજ રૂક્ષ્મણી વિવાહ, તા. 26ના રોજ સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષના પ્રસંગ બાદ કથાની પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ સાંજે 7 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથા શ્રવણનો સમય સવારે 9થી 12 અને બપોરે 3થી 6નો છે. અહીં દરરોજ પ્રસાદીની વ્યવસ્થા રાખેલ છે. આ કથામાં પધારવા રાઘવજીભાઈ અઘારા, જીવરાજભાઈ અઘારા, ગાંડુભાઈ અઘારા અને કેશવજીભાઈ અઘારા દ્વારા ભાવિકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text