રાજકોટ ખાતે આહીર શૌર્ય દિવસની ઉજવણીમાં મોરબી જિલ્લામાંથી આહીર સમાજ ઉમટી પડશે

- text


મોરબી : રેજાંગલા યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલી આપવા આહીર સમાજ દ્વારા આજે સોમવારે રાજકોટના રેસકોર્ષના મેદાનમાં બપોરે 2 કલાકે આહીર શૌર્ય દિવસ ઉજવવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લામાંથી પણ બહોળી સંખ્યામાં આહીર સમાજના લોકોએ રાજકોટ જવા ખાસ આયોજન કર્યું છે.

- text

ગુજરાતના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, સમાજના આગેવાનો અને કલાકારોની ઉપસ્થિતિમાં આયોજિત ઉજવાઈ રહેલ આ શૌર્ય દિવસની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ લેવાનાર છે. 1962ની સાલમાં ચીન સાથે થયેલા યુદ્ધમાં શહીદીને વ્હોરેલા 114 આહીર વીર જવાનોના બલિદાનને સન્માનવા આ કાર્યક્રમમાં આહીર સમાજનો દરેકે-દરેક વ્યક્તિ સફેદ કપડામાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં માયાભાઈ આહીર, રાજભા ગઢવી, દેવાયત ખાવડ, કીર્તિદાન ગઢવી સહિતના કલાકારો શહીદોને યાદ કરી શૌર્ય ગાથા રજૂ કરશે. મોરબી જિલ્લા-શહેરમાંથી આહીર સમાજના યુવા-વૃદ્ધ તમામને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજકોએ ખાસ આમંત્રણ પાઠવ્યું છે.

- text