મોરબી : વાઘપરા મેઈન રોડ પરના આશરે 100 વર્ષ જુના મકાનની છત ધરાશાયી

- text


મોરબી : મોરબીના સતત ધમધમતા વાઘપરા મેઈન રોડ પર વાઘપરા શેરી નં. 13ના નાકા પર આવેલા આશરે 100 વર્ષ જૂના મકાનની છત ભારે વરસાદના કારણે તેમજ જોરદાર પવન ફુંકાવાના કારણે ધરાશાયી થઇ ગઈ હતી. સદ્દનસીબે, કોઈ જાનહાનિ થઇ નથી.

ઉલ્લેખનીય છે કે સ્થાનિકો દ્વારા અનેક વખત મકાન માલિકને તથા નગરપાલિકાને આ ખખડી ગયેલા બંધ મકાનને પાડી નાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ મકાન માલિક કે નગરપાલિકાએ રજૂઆતને ધ્યાને ના લેતા કોઈ પગલાં લીધા ના હતા. તેથી, આ દુર્ઘટના ઘટી હતી.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text