સ્પેશીયલ ખેલ મહાકુંભ હરબટીયાળી હાઇસ્કુલ ખાતે યોજાશે

- text


મોરબી : સ્પેશીયલ ખેલ મહાકુંભ-૨૦૧૯ આગામી ૧૮મી નવેમ્બરથી ૨૦ નવેમ્બર દરમ્યાન હરબટીયાળી હાઇસ્કુલ, હરબટીયાળી તાલુકા, ટંકારા ખાતે યોજાનાર છે. જેમાં તા. ૧૮-૧૧-૨૦૧૯ના રોજ OH (શારિરીક અસ્થિ વિષયક), તા. ૧૯-૧૧-૨૦૧૯ના રોજ VI (અંધજન) અને HI (શ્રવણ મંદ ક્ષતિ ધરવતા) અને તા. ૨૦-૧૧-૨૦૧૯ના રોજ MR (માનસીક ક્ષતિગ્રસ્ત ધરાવતા) ત્રણે દિવસ સવારના ૦૮-૦૦ કલાકથી સ્પર્ધાઓ યોજાશે. તેમ જિલ્લા રમત-ગમત અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text