મહા વાવઝોડું : મોરબી જિલ્લાની 45 સગર્ભા મહિલા સલામત સ્થળે ખસેડાઇ

- text


આરોગ્ય વિભાગે કુલ 120 માંથી 45 સર્ગભા મહિલાને સલામત રીતે નજીકની હોસ્પિટલમાં ખસેડી : 26 મહિલાઓની સલામત સ્થળે સફળતાપૂર્વક પ્રસુતિ કરાવાઈ

મોરબી : મોરબી જિલ્લામાં મહા વાવાઝોડાની આગાહીને પગલે જિલ્લા આરોગ્ય વિભાગે સાવચેતીના પગલાં લીધા છે.જેમાં આ દિવસોમાં ડીલેવરીની તારીખ આવતી હોય એવી સગર્ભા મહિલાને પ્રસૂતિમાં મુશ્કેલી ઉભી ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 120 જેટલી સગર્ભા મહિલાઓને નજીકની હોસ્પિટલમાં સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.જેમાંથી 45 મહિલાઓને સલામત સ્થળે ખસેડવામાં આવી છે.જે પૈકીની 26 મહિલાઓની સફળતાપૂર્વક પ્રસુતિ કરવામાં આવી છે.

- text

રાજ્યમાં હવામાન ખાતા દ્વારા મહા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને મોરબી જિલ્લામાં મહા વાવાઝોડાની અસર થાય તેવી સંભાવના દર્શાવવામાં આવી છે.તેથી મોરબી જિલ્લામાં સમગ્ર જિલ્લા તંત્ર એક્શન મોડ ઉપર છે.એ સાથે મોરબી જિલ્લાના આરોગ્ય તંત્ર પણ એલર્ટ બનીને સાવચેતીના પગલાં ભરી રહ્યું છે.આ વાવઝોડાની અસર થાય તો આ વાવાઝોડાની તારીખમાં ડિલિવરીની તારીખ આવતી હોય તેવી સગર્ભા મહિલાઓને પ્રસુતિ માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્ગભા મહિલાઓની ફિલેવરીની સમગ્ર વિગતો મેળવીને તેઓને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં આરોગ્ય તંત્ર દ્વારા 120 જેટલી સર્ગભા મહિલાઓને નજીકની હોસ્પિટલમાં સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.જેમાંથી 45 મહિલાઓની સફળતાપૂર્વક મહિલાઓની સલામત સ્થળે પ્રસુતિ કરવામાં આવી છે અને આ વાવાઝોડાના સમય દરમિયાન જે મહિલાઓનીડ ડિલિવરીની તારીખ આવતી હોય અને અસરગ્રસ્ત વિસ્તારમાં હોય તથા તેમને સલામત સ્થળે ખસેડવાની બાકી હોય તેવી મહિલાઓએ મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાનો સંપર્ક સાધવાનો અનુરોધ કરાયો છે.

- text