ઘર પાસે ફટાકડા ફોડવાની ના કહેતા દસ શખ્સોએ ઘરમાં ઘુસી માતા-પુત્રી પર કર્યો હુમલો

- text


જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા

મોરબી : ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડતા બે શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસી ઢીંકાપાટુંનો મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાતા મોરબી સીટી.બી.ડીવી. પોલીસે બે શખ્સો સહિત સાતથી આઠ અન્ય શખ્સો સામે તપાસ હાથ ધરી છે.

- text

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રણછોડનગર-2, નિધિપાર્ક પાછળ, સરદારજીના બંગલા પાસે રહેતા લક્ષ્મીબેન ઉર્ફે પ્રભાબેન રવજીભાઈ રેસિયા ઉં.વ.40 એ બિલાલ હુસેનભાઈ ભટી તથા જીતુ ઉર્ફે બબલી રહે.બન્ને મોરબી પોતાના ઘર પાસે મોટા ફટાકડા ફોડતા હોય તેઓને ઘરથી દૂર ફટાકડા ફોડવાનું સમજાવવા જતા બન્ને આરોપીઓ તથા અન્ય સાતથી આઠ અજાણ્યા શખ્સોએ એક સંપ કરી લક્ષ્મીબેનના ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો. આ દરમ્યાન અપશબ્દો બોલી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી લક્ષ્મીબેનની પુત્રી શિલ્પાનું બાવડું પકડી ઢસડી હતી. ત્યાર બાદ આરોપીઓ નાસી ગયા હતા. આ બાબતની ફરિયાદ લક્ષ્મીબેને બી.ડીવી.પો.મથકમાં નોંધાવતા ઇન્ચાર્જ ના.પો. અધિ. ડી.જી.ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી બન્ને આરોપીઓ સહિત સાતથી આઠ અજાણ્યા શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

- text