મોરબી : જુના ઝઘડા બાબતે બે જૂથ વચ્ચે ઘાતક હથિયારથી ધીંગાણું

- text


બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી

મોરબી : જુના ઝઘડાને લઈને મોરબીમાં સામાકાંઠે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી. જેમાં બંને જુથોએ એક બીજા સામે તલવાર, છરી અને ધોકાથી જીવલેણ હુમલો, તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.

બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મોરબીના સામાકાંઠે ગત તારીખ 28ના બપોરે મહાવીર સોસાયટીમાં જુના ઝઘડાના બાબતે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી. આ બનાવમાં 3 થી 4 લોકોને ઇજા પોહચી હતી. બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં સામસામી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક પક્ષ તરફથી મિલનભાઈ નરસીભાઈ અગેચણિયા ઉં.વ.21 નામના યુવાનને ફરિયાદ નોંધાવી હતી કે અશ્વિનસિંહ ઇન્દ્રવિજયસિંહ જાડેજા સાથે અગાઉ કોઈ બાબતે થયેલા ઝઘડાના અનુસંધાને રવિભાઈ સમજાવવા જતા થયેલી બોલાચાલી દરમ્યાન અશ્વિનસિંહ જાડેજા તથા હિતેન્દ્રસિંહ ઇન્દ્રવીજયસિંહ જાડેજા અને બે અજાણ્યા શખ્સોએ એક સંપ કરીને મીલનભાઈને માથામાં તલવારનો ઘા માર્યો હતો જ્યારે હિતેન્દ્રસિંહે મિલનભાઈને ડાબા પડખામાં છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. મિલનભાઈ તરફથી સમાધાન કરાવવા ગયેલા રવિભાઈને પણ અશ્વિનસિંહ સાથે રહેલા બે અજાણ્યા શખ્સોએ ઢીંકાપાટુંનો મૂંઢમાર મારી ઇજા પહોંચાડી હતી. આ બાબતની ફરિયાદ મોરબી સીટી.બી.ડીવી.માં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

જ્યારે સામાં પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાઈ છે. જેમાં હિતેન્દ્રસિંહ ઇન્દ્રવિજયસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી કે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી રવિ પ્રેમજીભાઈ દેત્રોજાએ હિતેન્દ્રસિંહ ઇન્દ્રવીજયસિંહ જાડેજાને માથામાં તલવારનો ઘા મારી તથા કિરણ પ્રેમજીભાઈ દેત્રોજાએ ડાબા હાથમાં પાઇપનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. જ્યારે યોગેશ જાદવજીભાઈ દેત્રોજાએ ડાબા હાથના અંગુઠામાં છરીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી. તેમજ ઘરમાં રહેલા બાઈકમાં તોડફોડ કરી હતી. જ્યારે અશ્વિનસિંહ અને એના પુત્ર ઓમદેવ અને સત્યજિતને ઢીંકાપાટુંનો માર મારી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવતા મોરબી સીટી.બી.ડીવી.ના પો.સબ.ઇન્સ. બી.યુ.સોઢાએ બન્ને પક્ષોની ફરિયાદ પરથી તપાસ શરૂ કરી છે.

- text