મોરબીના સીરામીક ઉદ્યોગકારે રક્તદાન કરીને જન્મદિવસ ઉજવ્યો

- text


સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરિયાત મંદ દર્દીને રક્તદાન કરીને સમાજને નવો રાહ ચીંધ્યો

મોરબી : મોરબીના સીરામીક ઉધોગકારે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. જેમાં સીરામીક ઉધોગકારે પોતાના જન્મદિવસ નિમિતે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ એક ગરીબ દર્દીને રક્તદાન કરીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો.

- text

આજકાલ જન્મદિવસની લખલૂટ ખર્ચાઓ કરીને ઉજવણી કરવાનો ટ્રેન્ડ બની ગયો છે. ત્યારે મોરબીમાં યુવા આર્મી ગ્રુપ સાથે સંકળાયેલા અને મોરબી લાલપર ગામે રહેતા તથા ઇટાકોન ગ્રેનાઈટો સીરામીક કારખાનું ધરાવતા રવિભાઈ અરવિંદભાઈ આદ્રોજાએ આજે પોતાનો 30મો જન્મદિવસ રક્તદાન કરીને ઉજવ્યો હતો. જોકે યુવા આર્મી ગ્રુપ મોરબીમાં જરૂરતમંદ દર્દીઓ માટે રક્તદાન કરવા માટે ભારે યોગદાન આપે છે અને આ ગ્રુપના તમામ સભ્યો જરૂરિયાત મંદ દર્દીઓને રક્તદાન કરીને નવી જિંદગી આપે છે. ત્યારે આ યુવા આર્મી ગ્રુપ સાથે સંકલેયેલા સીરામીક ઉધોગકારે ગ્રુપની વિચારધારાને ખરા અર્થમાં આત્મસાત કરીને પોતાના 30માં જન્મદિવસે સિવિલ હોસ્પિટલમાં દાખલ ગરીબ દર્દી માટે રક્તદાન કર્યું હતું. તેમણે આ રીતે પોતાનો જન્મદિવસ ઉજવીને માનવ સેવા સૌથી મોટો ધર્મ હોવાનો મેસેજ આપ્યો છે અને જન્મદિવસે બીજાને મદદરૂપ થઈને તેમના જીવનમાં ખુશીઓનો ઉમગ ભરી દેવો એ જ જન્મદિવસની સાચી ઉજવણીનો મર્મ હોવાનું ઉજાગર કર્યું છે.

- text