મોરબી : દિવાળીમાં જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ

- text


દિવાળીમાં ફટાકડા ફોડવા અંગે જિલ્લા કલેક્ટરનું જાહેરનામુ

મોરબી : મોરબી જિલ્લામા દિવાળીના તહેવારો પર ફટાકડા ફોડવા અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરહિત માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેમાં દિવાળીના તહેવારોમાં જાહેરમાં ફટાકડા ફોડવાથી આગ લાગવાની દુર્ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે જાહેર સ્થળોએ દિવાળીમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

- text

દિવાળીના તહેવારને લઇને ફટાકડાથી આગ અને અકસ્માતના બનાવોની શક્યતા હોય આવા બનાવો ન બને તે હેતુથી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામા અનુસાર સુપ્રીમ કોર્ટ દ્વારા વખતોવખતના હુકમનું ચુસ્તપણે પાલન કરવા તેમજ ૪ મીટરના વિસ્ફોટ અંતરેથી ૧૨૫ ડેસીબલ યુનીટ અવાજ વધે નહીં તેવા ફટાકડાનું વેચાણ કે વપરાશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેર કરાયેલા સાયલન્સ ઝોન, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયલયો, સિનેમાગૃહો, ઔદ્યોગિક વિસ્તારો, પેટ્રોલ પંપ, ગેસ પંપ, જાહેર ભીડભાડ વાળા વિસ્તાર તથા ધાર્મિક સ્થળોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓના વ્યવસ્થાપકોએ શાળાના આચાર્યોએ વિદ્યાર્થીઓને અવાજ અને હવાથી થતી પ્રતિકૂળ અસરો અંગે સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન થાય તે માટે ઘટીત પગલા લેવા પણ જણાવાયું છે.આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

- text