મોરબીમાં ડેન્ગ્યુને નિયંત્રિત કરવા જરૂરી પગલાં લેવા અંગે રજૂઆત

- text


મોરબી : મોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર ઓમ શાંતિ સોસાયટીના રહીશ નિલેષકુમાર સરાસવાડિયા દ્વારા ડેન્ગયુના રોગને નિયંત્રિત કરવા જરૂરી પગલાં લેવા અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરાજાને રજૂઆત કરવામાં આવી હતી.

- text

આ રજૂઆત કરનાર નિલેશભાઈના 11 વર્ષના પુત્ર અર્જુનનો મેટ્રોપોલીસ પેથોલોજીકલ લેબોરેટરીમાં કરાવેલ ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમજ ઓમ શાંતિ સોસાયટીમાં બાળકોના 3 સહીત કુલ 5 કેસ ડિટેકટ થયા છે. છતાં હજુ સુધી તંત્ર દવા દ્વારા કોઈ સર્વે તથા જરૂરી પગલાં લેવામાં આવ્યા નથી. તેથી, નિલેષકુમાર સરાસવાડિયા દ્વારા તેમની સોસાયટી સહીત સમગ્ર મોરબીમાં જીવલેણ તથા ગંભીર રોગ ડેન્ગ્યુના રોગને વધતો અટકાવવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવે તે માટે ધારાસભ્ય બ્રિજેશ મેરેજાને રજૂઆત કરવામાં આવી હતી.


- text