મોરબીમાં સીરામીક વેપારીની કારમાંથી રૂ. 98 હજારની રોકડ ઉઠાવી જનાર શખ્સ ઝબ્બે

- text


મોરબી : મોરબીમાં સામાકાંઠે આવેલી એક પંચરની દુકાને સીરામીક વેપારી કારનું પંચર કરાવતા હતા ત્યારે કારમાં પડેલા થેલામાથી રોકડા રૂપિયા 98000 તસ્કર ચોરી ગયાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ બાદ બી ડિવિઝન પોલીસે તસ્કરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગરમાં રહેતા અને લાલપર ગામ પાસે કશ્યપ સીરામીક ટાઇલ્સનો શો રૂમ ધરાવતા વેપારી ચેતન ત્રિભોવનભાઈ પટેલ તારીખ 8 ઓક્ટોબરના રોજ વાંકાનેર હાઈવે પર ત્રાજપર ચોકડી નજીક આવેલી દેવી ટાયર નામની પંચરની દુકાને તેની કાર નં. GJ 06 BL8251માં પંચર કરાવતા હતા ત્યારે 2 અજાણ્યો શખ્સ કારનો આગળનો દરવાજો ખોલી કારમાં પડેલ થેલામા રહેલી રોકડ રૂપિયા 98000ની ચોરી કરી નાસી ગયો હતો.

આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ બી ડિવિઝન પોલીસે તપાસ આદરીને ચોરી કરનાર વેંકટ પરમસુઆભાઈ નાયડુની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text