મોરબીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

- text


બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થતા પરિક્ષાર્થીઓમાં ભારે રોષ

મોરબી : બિન સચિવાલય કલાર્કની પરીક્ષા એકાએક રદ કરવામાં આવી છે. જેથી, આ પરીક્ષા આપનાર ઉમેદવારોને છેલ્લી ઘડીએ સરકારે પરીક્ષા રદ થયાનું જાહેર કરતા પરિક્ષાર્થીઓને ભારે અન્યાય થયો હોવાનો સુર ઉઠ્યો છે. ત્યારે સરકારના આવા મનસ્વી વલણના વિરોધમાં મોરબીના પરિક્ષાર્થીઓએ હિત રક્ષક સમિતિ બનાવી કુલદીપસિંહ જાડેજાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન દેવેન્દ્રસિંહ જાડેજા, શકિતસિંહ ચુડાસમા, પુષ્પરાજસિંહ તથા યુવરાજસિંહ (કેરાડી) સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે બિનસચિવાલય પરીક્ષા માટેની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી. તેથી, આ પરીક્ષાને લક્ષ્યમાં રાખી ઉમેદવારોએ ઘણી જહેમત ઉઠાવી હોય તથા નાણાકીય બોજ પણ ઉઠાવેલ હોય પરંતુ અચાનક પરીક્ષા રદ કરવામાં આવી તેથી વિદ્યાર્થીઓમાં હતાશાની લાગણી પ્રસરી ગઈ છે. આ ઉપરાંત, જો ભરતી પ્રકિયા માટે અચાનક શૈક્ષણિક લાયકાત વધારવામાં આવી હોય તો તે યોગ્ય પગલું નથી. આ બાબતે યોગ્ય ન્યાય ના આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવવામાં આવ્યું હતું.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text