મોરબી : શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકે આત્મહત્યા કરી

- text


મોરબી : શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર પોતાના શરીર પર જવલંતશીલ પ્રવાહી પદાર્થ છાંટીને કાંડી ચાપી દીધી હતી. આથી, ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનનું મોત નીપજ્યું હતું. એ. ડિવિઝન પોલીસ સ્ટેશને આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના મહેન્દ્રપરા શેરી નંબર 2માં રહેતા દિપકભાઇ ધીરજલાલ ચાવડા (ઉંમર વર્ષ. 39)એ કોઈ કારણોસર પોતાના શરીરે જવલંતશીલ પ્રવાહી પદાર્થ છાંટીને કાંડી ચાપી લીધી હતી, આથી ગંભીર રીતે દાઝી ગયેલા દીપકભાઈનું મોત નિપજ્યુ હતું. એ ડિવિઝન પોલીસ સ્ટેશને આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હાલમાં દિપકભાઇ અને તેના ભાઈનો પરિવાર માધાપર વિસ્તારમાં એક જ ઘરમાં રહે છે. જો કે, થોડા સમય પહેલા જ દિપકભાઇએ નવલખી રોડ ઉપર નવુ મકાન ખરીદ્યું હતું. દિવાળી પછી તેઓ નવા મકાનમાં રહેવા માટે જવાના હતા. ત્યાર પહેલા જ કોઈ કારણોસર જાત જલાવીને દિપકભાઇએ આપઘાત કરી લેતા બે દીકરી સહીત ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આપઘાતનું કારણ જાણવા એ.ડીવી.પો.મથકના પી.એસ.આઈ. વી.કે.ગોંડલીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text