મોરબી : સંકલ્પ નવરાત્રી મહોત્સવમા સ્વચ્છતા અભિયાન સમિતિનું અદકેરૂ સન્માન

- text


મોરબી : મોરબીમાં છેલ્લા 3 માસથી વધુ સમયથી દર રવિવારે વિવિધ વિસ્તારોમાં સાફ- સફાઈ કરતી સ્વચ્છતા અભિયાન સમિતિનું ગાંધી જયંતિ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજીત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ ક્રિષ્ના ગાઉન્ડ ખાતે આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે ગાંધી જયંતીની ઉજવણીના ભાગ રૂપે સ્વચ્છતા અભિયાન સમિતિનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાન સમિતિએ શહેરના તબીબો અને પ્રબુદ્ધ નાગરિકોનું બનેલુ એક ગ્રુપ છે. આ ગ્રૂપના સભ્યો દર રવિવારે સવારે શહેરનો કોઈ એક વિસ્તાર પસંદ કરીને ત્યાં સાફ સફાઈ કરે છે. અત્યાર સુધીમાં સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા અનેક વિસ્તારોની સાફ સફાઈ કરવામાં આવી છે.

- text

સ્વચ્છતા અભિયાન સમિતિની સરાહનીય કામગીરી બદલ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ડો. ચિરાગ અઘારા અને તેની ટીમને સંકલ્પ નવરાત્રી મહોત્સવના સ્ટેજ ઉપર બોલાવીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ ડો.ચિરાગ અઘારાએ જણાવ્યું હતું કે લોકોએ સ્વચ્છતા માટે સ્વયંભુ જાગૃત થવું પડશે. જો સ્વચ્છતા નહિ હોય તો બીમારી જરૂર આવશે જ. લોકો પોટ પોતાના વિસ્તારોને સાફ રાખતા થઈ જાય તે જરૂરી છે. ખાસ કરીને હવે લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. બહેનોએ પણ ખાસ કપડાંની થેલીનો જ ઉપયોગ કરવો જોઈએ. વધુમાં તેઓએ અંતમાં સૌને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી હતી.

- text