મોરબી જિલ્લા પંચાયતની કાલે શુક્રવારે સામાન્ય સભા યોજાશે

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોરબી જિલ્લા પંચાયતના સભાખંડમાં આવતીકાલે તા.4 ઓકટોબરને શુક્રવારે બપોરે 12 વાગ્યે સામાન્ય સભા યોજાશે. જોકે ક્રોગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં આંતરિક વિખવાદને કારણે અનેક ઉત્તર ચડાવ આવ્યા છે.પણ હમણાંથી સખળ ડખળમાં શાંતિ છે.ત્યારે આવતીકાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કેવું વલણ રહેશે તે જોવાનું રહ્યું.

- text