પુત્રના જન્મ પ્રસંગે હાઈસ્કુલના પ્રિન્સીપાલની પ્રેરણાદાયી પહેલ

- text


ટંકારા : ચાણક્ય વિધાનની એક પંક્તિ છે, “શિક્ષક કભી સાધારણ નહિ હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદમેં પલતે હૈ”ની પંક્તિને સાર્થક કરતો એક પ્રસંગ હરબટીયાળી ગામે બન્યો છે, જેની સહુએ નોંધ લીધી છે.

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના અંગ્રેજી વિષય પર એમ.એ.એમ.એડ.ની ઉપલબ્ધી પ્રાપ્ત કરી માધ્યમિક શાળાના આચાર્યના હોદ્દે પહોંચેલા તેમજ દ્રઢ મનોબળ ધરાવતા વિંકલાંગ રોહિતભાઈ મુછારાએ માનવ સમાજને પ્રેરણા આપતો સમયોચિત પ્રયાસ કર્યો છે. એમના ઘેર પુત્ર રત્નનો જન્મ થતા જેની ખુશી વધાવવાની પરંપરા મુજબ નવજાતને બોલાવવાની પ્રથા તેમજ ગોત્રીજની પ્રથા (લેઉઆ પટેલ) તેમજ અન્ય સમાજમાં અમલમાં છે જેનો ત્યાગ કર્યો છે. તેઓના જણાવ્યાનુસાર “આજના યુગ પ્રમાણે મારા ખ્યાલથી આ પ્રથા બિનજરૂરી લાગે છે, માટે મેં સહુ સગા સ્નેહીજનોના સમય, શક્તિ, નાણાં, બચાવવાના ઉમદા હેતુથી ઉપરોક્ત બંને પ્રથા મારા પુત્રરત્નના પ્રસંગેથી જ બંધ કરવાનો નિર્ણય કરેલ છે.

- text

જો કે પુત્રજન્મના વધામણાં કરવાના ભાગ રૂપે ગામની નવ નિર્માણ થવા જઈ રહેલ “પટેલ સમાજ વાડી” અને ગામની ગૌશાળા માટે યથાશક્તિ દાન કરવાનો તેમજ ગામની હાઈસ્કૂલનું શિક્ષણ સુધારવા દર મહિને તેઓના પગારમાંથી 5000 રૂપિયા ખર્ચ કરવાનું તેઓએ નક્કી કર્યું છે. આ નિર્ણય સમાજ અને રાષ્ટ્રના જવાબદાર નાગરિક તરીકે અને આવનારી પેઢીના ભવિષ્ય માટે તેઓ કરી રહ્યા છે. શિક્ષિત અને દીક્ષિત યુવા પેઢીને નવો રાહ ચીંધવાની તેઓની આ પહેલને ગ્રામજનોએ હર્ષથી વધાવી લીધી હતી. “જો સહુ લોકો આવા અન્ય બિનજરૂરી ખર્ચ ટાળીને આવા નવતર પ્રકારનું આયોજન કરી બાળકોના શિક્ષણ તથા કોઈપણ પ્રકારના વિકાસ માટેનું સુનિશ્ચિત આયોજન કરે તો આજના યુવા વર્ગ અને સમાજને આવા કાર્યમાં જોડાવવા માટે તેઓ હંમેશા તત્પર રહેશે તેવું રોહિતભાઈએ અંતમાં જણાવ્યું હતું.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text