મોરબીના વકીલની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વેલફેર રીન્યુઅલ ફી રિફંડ અંગે રજૂઆત

- text


મોરબી : મોરબી બાર એસોસિએશનના વકીલ દિપકકુમાર જાનીએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સેક્રેટરીને વેલફેર રીન્યુઅલ ફી રિફંડ મળ્યું ના હોવા બદલ લેખિત અરજી કરવામાં આવી હતી.

વકીલ દિપકકુમાર જાનીએ કલ્યાણ યોજના અંતર્ગત ડિસેમ્બર-2018માં નોટિફિકેશન મુજબ રૂ. 2500 ભરેલ હતા. પરંતુ બાદમાં વિરોધ થતા ફી રૂ 1500 કરવામાં આવી હતી. તેથી, રૂ. 1000 મેળવવા માટે તા. 25 જાન્યુઆરી, 2019ના રોજ રૂબરૂ રજૂઆત કરી લેખિત અરજી કરેલ હતી. પરંતુ હજુ સુધી તેઓને રૂપિયા પરત મળેલ નથી તથા કોઈ જવાબ પણ મળેલ નથી. ત્યારબાદ ચાલુ વર્ષમાં વધારાના રૂ. 1000 મજરે લઇ રૂ 500 ભરેલ હતા. તે સ્વીકારીને રૂ. 1500ની રસીદ મોકલવા માટે માંગ કરાઈ છે. તેમજ આવી રીતે વકીલોને ભોગવવી પડતી હાલાકી માટે લેખિત ફરિયાદ કરી આમ નિષ્ક્રિય રીતે વહીવટ ચાલશે તો આ કલ્યાણ યોજનાનું શું? તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text