યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ

- text


27 તારીખ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે : પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આઇ.ડી. પ્રૂફની ઝેરોક્ષ નકલ સાથે આશર ટેલિકોમની ત્રણ બ્રાન્ચમાં આજથી 27 સપ્ટેબર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા મહિલાઓને અનુરોધ કરાયો

મોરબી : મોરબીમાં સમાજ ઉપયોગી થવા માટે સતત ક્રિએટિવ પ્રવૃતિઓમાં સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં કોઈ પણ ભેદભાવ વગર નવરાત્રી ઉજવી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સમાજની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે અને મહિલાઓને ફ્રી એન્ટ્રી માટે આજથી રજીટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આઇડી પૃફની ઝેરોક્ષ નકલ સાથે મહિલાઓને આશર ટેલિકોમની ત્રણ બ્રાન્ચ ખાતે આજથી 27 સપ્ટેબર સુધી રેજીટ્રેશન કરાવી લેવાની અપીલ કરવામાં આવી છે.

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને સમાજ ઉપયોગી થવા માટે કંઈક અનોખું કરવાની પરંપરા શરૂ કરીને યંગ ઇન્ડિયા ગ્રુપ સમગ્ર શહેરનું રોલ મોડલ બની ગયું છે. જન્મદિવસની ઉજવણી હોય કે ધાર્મિક અને સામાજિક કર્યાની પ્રેરણાદાયી ઉજવણી કરીને યંગ ઇન્ડિયા ગ્રુપ સામાજિક કાંતિ કરવાનો સરાહનીય પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે નવરાત્રી મહોત્સવમાં પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ ધર્મની બહેનો એકદમ સુરક્ષિત વાતાવરણમાં રાસ ગરબા માણી શકે તે રીતે વિશિષ્ટ ઢબે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વધર્મ સમભાવની ભાવનાને સાકાર કરીને તમામ સમાજના લોકો એકસાથે રાસ ગરબે રમી શકે તેવુ ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તારીખ 25થી 27 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવનાર તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે.

- text

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તા.29 સપ્ટેબરથી 8 ઓક્ટોબર સુધી મોરબી નજીક કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ ક્રિષ્ના ગાઉન્ડ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓ ફ્રી એન્ટ્રી મેળવવા માટે તા.25થી તા.27 સપ્ટેબર સુધી રેજીટ્રેશન કરાવી લેવાની અપીલ કરવામાં આવી છે. અને રેજીટ્રેશન કરાવવા તથા પાસ મેળવવા આશર ટેલિકોમ, બ્રાન્ચ 1 શનાળા રોડ એવન પાનની બાજુમાં અને બ્રાન્ચ નંબર 2 જુના મહાજન ચોક તથા બ્રાન્ચ 3 સુપર માર્કેટ ખાતે સંપર્ક સાધવાનો અનુરોધ કરાયો છે. ત્યારે આ બ્રાંચ પર આજ 25 તારીખથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે અને આજથી તા.27 સુધી પાસપોર્ટ સાઈઝના ફોટા તથા આઇડી પૃફની ઝેરોક્ષ નકલ સાથે મહિલાઓને ઉપરોકત બ્રાન્ચમાં રજિસ્ટ્રેશન કરાવી લેવા યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ અનુરોધ કર્યો છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text