મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહમાં રઘુવંશી સમાજના કુલ ૧૭૧ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામા આવ્યા હતા. મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષ લોહાણા સમાજના ધો-૯થી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શૈક્ષણીક સિધ્ધિઓને બિરદાવવા સરસ્વતી સન્માન સમારોહ યોજવામા આવે છે. ત્યારે પ્રવર્તમાન વર્ષે રઘુવંશી યુવક મંડળ દ્વારા ગત તા.૨૨-૯ના રોજ સરસ્વતી સન્માન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ સમારોહમાં ધો-૯થી ઉચ્ચ અભ્યાસ કરતા કુલ ૧૭૧ વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ શૈક્ષણીક સિધ્ધિ બદલ શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામા આવ્યા હતા. તે ઉપરાંત વિવિધ ક્ષેત્રે અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરેલ મહાનુભવોને પણ સન્માનિત કરવામા આવ્યા હતા.

- text

આ તકે લોહાણા મહાજન પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણી, કૈલાશબેન કનુભાઈ પંડીત તથા યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જય પંકજભાઈ સેજપાલ સહીતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પંકજભાઈ ચંડીભમર, ઉપપ્રમુખ ડેનિશભાઈ કાનાબાર, સેક્રેટરી જયેશ કોટેચા, પ્રો. ચેરમેન હરેશ કાનાબાર, રવિ કોટેચા, યોગેશ માણેક, પરિમલ ઠક્કર, કમલેશ ખંધેડીયા, ભરત રાચ્છ, ધર્મેશ ગંદા, જયેશ ચંદારાણા, દીનેશ જોબનપુત્રા, મનોજ કોટક, સુનિલ ચંદારાણા, પ્રશાંત સેતા,સંદીપ ખગ્રામ, રોનક કારીયા, વિરેન પુજારા, દક્ષેશ માણેક, જયદીપ બારા, પરાગ હાલાણી સહીતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તેમ લોહાણા સમાજ અગ્રણી નિર્મિત કક્કડે યાદીમા જણાવ્યુ છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text