અમરનગર પ્રાથમિક શાળા દ્વારા સ્વચ્છતા ગ્રામરેલી યોજાઈ

- text


મોરબી : ભારતના આશઁદ્રષ્ટા અને દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબરીમાં સમગ્ર દેશ “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમની ઉજવણી અંતર્ગત સ્વચ્છ ભારત અને પ્લાસ્ટિક મુક્ત ભારતનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. “સ્વચ્છતા હી સેવા” અને “સ્વચ્છતા પખવાડિયા” અંતર્ગત અમરનગર રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળામાં સ્વચ્છતા જાગૃતિ અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો સંદેશો જનજન સુધી પહોંચાડવા માટે વિશાળ ગ્રામ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓએ “સ્વચ્છ ભારત- સ્વસ્થ ભારત”ને લગતા વિવિધ નારાઓથી ગામની શેરીઓ ગજવીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે સાથે ગામની તમામ શેરીઓની સામૂહિક સફાઇનું અભિયાન હાથ ધરવામાં આવેલ હતું. અમરનગર ગ્રામ પંચાયતના સરપંચ પાંચોટીયા રમેશભાઈ ભીખાભાઈ તેમજ રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળાના આચાર્ય સરડવા મણિલાલ વી. તેમજ સમગ્ર વિધાર્થીઓ, શાળા પરિવાર અને SMC ના અધ્યક્ષ પાંચોટીયા દલસુખભાઈ ટી. અને SMC ના સભ્યો દ્રારા રોટરીગ્રામ (અ.)માં ઘરે ઘરે જઈને કચરો એકત્રિત કરીને તેમને સળગાવીને ગ્રામજનોને પ્લાસ્ટિક નાબુદી અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

- text

આ ઉપરાંત, નિર્મળ બાળકથી નિર્મળ ગ્રામ અને નિર્મળ રાષ્ટ્ર તરફ એક કદમ આગળ વધી ગામને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત કરી પ્રધાનમંત્રીના પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનને વેગવંતુ બનાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. તથા સ્વચ્છ ભારત અંગે સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા.

અમરનગર રોટરી (અ) પ્રાથમિક શાળા દ્વારા આદરેલ આ સ્વચ્છતા અભિયાનને ગામમાંથી બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળ્યો હતા. અને સૌએ “સ્વચ્છતા હી સેવા” યજ્ઞમાં એક કદમ આગળ આવી “સ્વચ્છ બાળક -સ્વસ્થ બાળકથી સ્વસ્થ ભારતના નિર્માણમાં એક કદમ આગળ વધવાનો નિર્ધાર કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ આચાર્યના માર્ગદર્શન હેઠળ ભારે જહેમત ઉઠાવેલ હતી.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text