હળવદ : સામંતસર તળાવ નર્મદાના નીરથી ભરવાનું શરૂ કરાયું

- text


શહેરીજનોની માંગને ધ્યાને લઈ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા નર્મદા ના અધિકારીઓને રજૂઆત કરાઇ હતી

હળવદ : હળવદ શહેરમાં આવેલ ઐતિહાસિક સામંતસર તળાવ માં નર્મદાના નીર ઠાલવી તળાવને ભરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઇ ધારાસભ્ય સાબરીયા દ્વારા નર્મદા નહેર શાખાને રજૂઆત કરી શહેરનું ઐતિહાસિક તળાવ ભરવા જણાવ્યું હતું. જેને પગલે હાલ સામંતસર તળાવ નર્મદાના નીરથી ભરવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ તેની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે ત્યારે નર્મદાના પાણીથી શહેરનુ સામંતસર તળાવ ભરવામાં આવે તેવી લોકોમાં આશા જાગી હતી. કારણ કે હળવદ પંથકમાં ગયા વર્ષે નહીવત વરસાદને કારણે શહેરમાં આવેલ સામંતસર તળાવ ખાલી રહ્યું હતું ત્યારે ઓણસાલ સારા વરસાદને કારણે તળાવમાં થોડા પાણીની આવક થઈ હતી પરંતુ સામંતસર તળાવ પુરૂ ભરાયું ન હતું. જેથી તળાવ નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી હતી.

- text

જેથી સામંતસર તળાવ ને નર્મદાના નીલથી છલોછલ ભરી દેવા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, ધીરુભાઈ ઝાલા, જશુભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓ દ્વારા નર્મદા નહેર શાખાના અધિકારીને રજૂઆતો કરી હતી. જે રજૂઆતના પગલે હાલ સામંતસર તળાવ માં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે. જેના કારણે શહેરીજનોમાં પણ આનંદની લાગણી છવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં એકમાત્ર સામંતસર તળાવ કાંઠે શહેરીજનો હળવાશ અનુભવવા આવતા હોય છે. ત્યારે તળાવ ભરાઈ જવાથી તળાવ કાંઠે આવતા લોકોમાં પણ ખુશીઓ જોવા મળી રહી છે.

- text