મોરબી નજીક 16 મોબાઈલ અને બાઇક સાથે 3 શકમંદોની અટકાયત

- text


મોરબી : મોરબી નજીકથી તાલુકા પોલીસે ત્રણ શખ્સોને 16 મોબાઈલ અને બાઇક સાથે ચોરીની શંકાએ અટકાયત કરી છે. હાલ આ ત્રણેય શખ્સોની પોલીસે પૂછપરછ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે આજે સાંજના અરસામાં બાઇક પર જતાં શેખર ચંદુભાઈ નગવાડિયા ઉ.વ. 20, દેવરાજ જુગાભાઈ દેગામા ઉ.વ. 24 અને રફીક અકબરભાઈ પારેડી ઉ.વ.19 રહે. ત્રણેય ચિખલી તા. માળિયા વાળાને રોકીને તેની તલાશી લેતા 16 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ શખ્સોને મોબાઈલ ફોન અંગે પૂછતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

- text

જેથી પોલીસે આ ત્રણેય શખ્સોને શંકાના દાયરામા પકડી પાડયા છે. હાલ પોલીસ દ્વારા આ અંગે પૂછપરછ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

- text