ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મધુપુર ગામે દવાયુક્ત મચ્છર દાનીનું વિતરણ કરાયું

- text


મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ભરતનગર દ્વારા ગામ મધુપુરમા સરકાર દ્વારા ચલાવવામાં આવતા મેલેરિયા નાબુદી – 2022ના અનુસંધાને ગામમાં મચ્છરજન્ય રોગચાળો જેવો કે મલેરિયા, ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગચાળો ના ફેલાય તેના અનુસંધાને ગામના દરેક વ્યક્તિને મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવેલ હતું.

- text

જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ભરતનગરના આયુષ ડો. ડી. એસ. પાંચોટીયાની દેખરેખ હેઠળ તાલુકા પંચાયતના સદસ્ય સુખાભાઈ ડાંગર તથા મધુપુરના સરપંચ વાલુબેન ચંદુભાઇ ડાંગર તેમજ આરોગ્ય ટીમ ભરતનગરના હેલ્થ સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, મધુપુર ગામમાં ફરજ બજાવતા એમ. પી. એચ. ડબલ્યુ – પી. એન. ડાંગર, જયેશ ચાવડા, મેરામ કુવાડિયા અને રાજેશ હુબંલ દ્વારા ગામના દરેક વ્યક્તિને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ દરેકને મચ્છરદાનીના ફાયદા વિશે વિગતવાર સમજાવી તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. મધુપુર ગામમાં તમામ વ્યક્તિઓ દ્વારા આયોજનમાં સહકાર આપી ,હાથ સે હાથ મિલાઓ’ના સૂત્રને સાર્થક કર્યું હતું.

- text