હળવદના વધુ એક ગામે આકાશમાંથી શંકાસ્પદ વસ્તુઓ પડતા દોડધામ

- text


પોલીસ અને મામલતદારની ટીમ ઘટનાસ્થળે દોડી : ગઈકાલની જેમ આ વસ્તુઓ હવામાન વિભાગના વાતાવરણના ઓબ્ઝર્વેશન માટેનું યંત્ર હોવાનું અનુમાન

હળવદ : હળવદના વેગડવાવ ગામેં ગઈકાલે આકાશમાંથી શંકાસ્પદ વસ્તુઓ પડ્યા બાદ આજે બીજા દિવસે પણ હળવદ તાલુકાના લીલાપુર ગામે આકાશમાંથી શંકાસ્પદ વસ્તુઓ પડી હતી. જેના પગલે પોલીસ અને મામલતદાર સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસ અને મામલતદારની ટીમની તપાસમાં ગઇકાલની જેમ જ આ વસ્તુઓ હવામાન વિભાગના વાતાવરણના ઓબ્ઝર્વેશન માટેનું યંત્ર હોવાનું પ્રાથમિક તારણ દર્શાવાઈ રહ્યું છે. હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લાં બે દિવસથી આકાશમાંથી શંકાસ્પદ વસ્તુઓ પડી રહી છે.જેમાં ગઈકાલે હળવદ તાલુકાના વેગડવાડ ગામ બાદ આજે હળવદ તાલુકાના લીલાપુર ગામે આકાશમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ પડી હોવાનું સ્થાનિક લોકોને ધ્યાને આવતા તેમણે આ બનાવ અંગે હળવદ પોલીસ અને મામલતદારને જાણ કરી હતી.જેના પગલે હળવદ પોલીસ સ્ટાફ અને મામલતદારની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને તપાસ કરતા હળવદ તાલુકાના લીલાપુર ગામે એસ્ટ્રોન પેપરમિલના કારખાના નજીક બે થોર્મોકોલની પેટી અને હવામાન વિભાગ દ્વારા હવામાં તરતા ફુગ્ગો મળી આવ્યો હતો.પ્રથમીક તપાસમાં ગઇકાલ જેવી જ આ વસ્તુઓ મળી આવતા હવામાન વિભાગના વાતાવરણના ઓબ્ઝર્વેશન માટેનું યંત્ર હોવાનું અનુમાન છે.જોકે આ બાબત જરાય ચિતાનો વિષય નથી.પણ સતત બીજા દિવસે આકાશમાંથી વસ્તુઓ પડતા સ્થાનિક લોકોમાં કુતુહલ જોવા મળી ગયું છે.જોકે ગઇકાલની ઘટના સંદર્ભે હળવદ પોલીસે નોંધ કરીને એફએસએલની તપાસ માટે મદદ લીધી છે હજુ આ અંગે એફએસએલનો રિપોર્ટ આવ્યો નથી ત્યારે વધુ એક જગ્યાએ આકાશમાંથી વસ્તુઓ પડતા ફરી એફએસએલની મદદ લેવામાં આવી રહી છે.જોકે આકાશમાંથી હવામાન વિભાગની વસ્તુઓ શુ કામ અહીં પડે છે તે બાબતે હજુ રહસ્ય ધુટાઈ રહ્યું છે.હાલ પોલીસ અને મામલતદારની ટીમ ઘટનાસ્થળે સઘન તપાસ કરી રહી છે.

- text

શંકાસ્પદ વસ્તુ પર ઇન્ડિયન મેટ્રો લોજિક ડિપાર્ટમેન્ટ નો ઉલ્લેખ છે : મામલતદાર

હળવદ તાલુકાના લીલાપર નજીક મળી આવે બે થર્મોકોલના બોક્સ સાથે એક ટેમ્પ્લેટ પણ મળી આવ્યું હતું. જેના પર ઇન્ડિયન મેટ્રો લોજિક ડિપાર્ટમેન્ટનો ઉલ્લેખ કરેલ હોય જેવી આ યંત્ર કોઈ હવામાન વિભાગનો હોવાનું હળવદ મામલતદાર વી.કે સોલંકીએ જણાવ્યું હતું.

- text