વરસાદ અપડેટ : રવિવારે સાંજે 6 થી 8માં મોરબીમાં પોણો ઇંચ

- text


રવિવાર રાત્રીના 8 વાગ્યે : મચ્છુ 2 ડેમના હાલમાં 4 દરવાજા 3 ફૂટ ખુલ્લા છે

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદી માહોલની વચ્ચે રવિવારે પણ સાંજના મેઘસવારી યથાવત રહી છે. મોરબીમાં આખો દિવસ ઉકળાટ અને બફારા બાદ સાંજે 6 વાગ્યા બાદ મોરબીમાં શહેરમાં વરસાદ પડ્યો હતો.

સરકારી તંત્રના આંકડા મુજબ રવિવારે સાંજે છ વાગ્યા બાદ મોરબીમાં 17 mm એટલે કે પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માળિયામાં 06 mm અને હળવદમાં 02 mm વરસાદ નોંધાયો હતો.

જ્યારે મોરબી જિલ્લાના મહાકાય મચ્છુ 2 ડેમના રવિવારે રાત્રીના 8 વાગ્યે 4 દરવાજા 3 ફૂટ ખુલ્લા છે. અને ડેમમાંથી આવક મુજબ 7776 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

- text

- text