વાંકાનેરમાં સી. આર. સી દ્વારા વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયું

- text


વાંકાનેર : વાંકાનેરમાં સી. આર. સી. કો. ઓ. ગિરિરાજસિંહ ઝાલાના આયોજન હેઠળ વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આયોજન નવા કણકોટ હાઈસ્કૂલ મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની ૧૦ શાળાઓએ ભાગ લીધો હતો. દરેક શાળાના બાળવૈજ્ઞાનિકો એ શાળાના વિજ્ઞાન શિક્ષકના માર્ગદર્શન હેઠળ વેક્યુમ કાર, પુર ત્સુનામી એલર્ટ, જૈવિક વીજળી, બાયોડિગ્રેડબલ પ્લાસ્ટિક, ખેતપધ્ધતીઓ જેવી અવનવી કૃતિઓ રજૂ કરી હતી.

- text

આ પ્રદર્શન દરમિયાન પ્રા. શિ. તાલુકા સંઘના હોદેદારો મહેન્દ્રસિંહ, ચંદ્રસિંહ, તાલુકા અને પેટા શાળાના આચાર્યઓ તથા નજીકના વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત લઈને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. દરેક બાળવિજ્ઞાનિકોએ ઉત્સાહભેર પોતાની કૃતિ રજૂ કરી હતી. દરેક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓને પેડ અને સ્કેચ પેન સેટની ભેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરેન્દ્રસિંહ પરમારએ કર્યું હતું. પ્રસંગને અનુરૂપ વક્તવ્ય વિજયભાઈ સોલંકીએ અને આભારવિધિ ચંદ્રસિંહ ઝાલાએ કરી હતીસી.આર.સી કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં જેમાં શ્રી ઘીયાવડ પ્રાથમિક શાળા અને શ્રી જુના કણકોટ તાલુકા શાળાની શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જે બંને વાંકાનેર તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે ભાગ લઈને સી.આર.સી. જુના કણકોટનું પ્રતિનધિત્વ કરશે. કાર્યક્રમના અંતે સૌ એ સ્વરૂચી ભોજન લીધું હતું. તેમજ સી.આર.સી. કો. ઓ. ગિરિરાજસિંહ ઝાલા તરફથી વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text