મોરબીમાં મતદાર યાદી ચકાસણી અભિયાન

- text


મતદારો NVSP પોર્ટલ અને મોબાઇલ એપ મારફતે મતદારયાદીના ડેટાને જાતે સુધારી અથવા ચકાસી શકશે

મોરબી : દેશના ચૂંટણી પંચ દ્વારા મતદાર ચકાસણી કાર્યક્રમનો ગત તા. 1 સપ્ટે.થી પ્રારંભ કરાયો છે. તે અંતર્ગત મોરબી જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓ અને તેના પરિવારજનોનું પણ મતદારયાદીમાં નામની ચકાસણી અને સુધારા થાય તે અંગે મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં સરકારના તમામ વિભાગોના કર્મચારીઓને મતદાર યાદી ચકાસણી અને પ્રમાણિકરણ અંગે માર્ગદર્શન અપાયું હતું.

મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચરે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચની સુચના અનુસાર દેશનો નાગરિક પોતાનું નામ મતદાર યાદીમાં પોતાની રીતે ચકાસણી કરે તે હેતુથી વિશેષ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સરકારના તમામ કર્મચારીઓનું નામની મતદાર યાદીમાં ચકાસણી થાય તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે. આ અભિયાન અંતર્ગત મતદારે મતદારયાદીમાં પોતાનું નામ ઓનલાઇન ચકાસણી કરવાનું રહે છે અને દરેક મતદારે ચૂંટણી ઓળખપત્ર સિવાયના એક અન્ય દસ્તાવેજથી પોતાની મતદાર તરીકેની તમામ વિગતોનું પ્રમાણીકરણ કરાવવુ આવશ્ય છે. મતદારની પોતાની વિગતોમાં કોઇ ક્ષતિ હોય તો તે સુધારે, પોતાનો જુનો/બ્લેક એન્ડ વાઇટ ફોટો હોય તો તેને કલર ફોટાથી બદલાવો, પોતાનું નામ એક કરતાં વધુ વખત મતદારયાદીમાં હોય તો વધારાની એન્ટ્રી દુર કરાવી અને પોતાના કુટુંબના દરેક સભ્યોને એક જ મતદાન મથક સાથે લીંક કરવા જેવી કામગીરી આ પોર્ટલથી હવે સરળ બનશે.

- text

મતદારે ચૂંટણી ઓળખપત્ર સિવાયના એક અન્ય દસ્તાવેજ જેમ કે, ભારતીય પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાઇસન્સ, આધાર કાર્ડ, રેશનકાર્ડ, સરકારી/અર્ધ સરકારી કર્મચારી માટેનું ઓળખપત્ર, બેંક પાસબુક, ખેડુત ઓળખપત્ર, પાનકાર્ડ, એન.પી.આર. હેઠળ ઇસ્યુ કરવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, સરનામા માટે તાજેતરનું પાણી વેરો/ટેલીફોન/ઇલેકટ્રીશીટી/ગેસ જોડાણ અંગેનું બીલથી પોતાનું નામ મતદારયાદીમાં પ્રમાણિકરણ કરી શકશે. મતદારયાદીમાંની મતદાર તરીકેની વિગતોની મતદાર સહાયતા મોબાઇલ એપ્લીકેશન ઘ્વારા, NVSP Portal ઘ્વારા, e-Gram કેન્દ્રો / નાગરિક સુવિધા કેન્દ્રો ખાતે રૂબરૂ મુલાકાત લઇને ચકાસણી કરી તેમજ શારિરીક વીકલાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારોને ચકાસણી માટે મતદાર સહાયતા ટોલ ફ્રી નંબર ૧૯૫૦ મારફત સુવિધા પુરી પાડવામાં આવી હોવાનું બેઠકમાં જણાવાયું હતું.જિલ્લાના તમામ સરકારી કચેરીઓ, તાબાની કચેરીઓ, અર્ધ સરકારી અને તેમના કર્મચારી અને પરિવારજનોના નામની ચકાસણી કરી તેનું સર્ટિફિકેટ આપવા અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.

- text