મોરબીના વજેપરમાં શેરીમા સ્કૂટર પાર્ક કરવા બાબતે યુવાનને માર માર્યાની ફરિયાદ

- text


મોરબી : મોરબીના વજેપરમાં શેરીમાં સ્કૂટર પાર્ક કરવા બાબતે એક યુવાનને માર મારવામાં આવ્યો હોવાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વજેપરમાં રહેતા પ્રશાંતભાઈ અરવિંદભાઈ નકુમે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પાડોસમાં રહેતા જોરુભા દેવરાજભા ગઢવીએ શેરીમાં જ્યુપીટર પાર્ક કરવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી લાકડીના ધોકા વડે માર મારી ડાબા હાથના ભાગે ઈજા પહોચાડી હતી. હાલ આ ફરિયાદના આધારે પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text