હળવદ તાલુકાના શિક્ષકોને બાળ અધિકારો વિશે માહિતી અપાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા બાળ સુરક્ષા કચેરી દ્વારા બાળકોના અધિકારો અને કાયદા અંગે હળવદ તાલુકાના શિક્ષકોને માહિતી આપવામાં આવી હતી.તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટેની યોજના વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

- text

સંકલિત બાળ સુરક્ષા યોજના અન્વયે જિલ્લા બાળ સુરક્ષા કચેરી મોરબી દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં બાળકો સાથે સંકલન સાધવાના તથા બાળકોના મૂળભુત અધિકારો અને આઈ.સી.પી.એસ. યોજના વિશે પ્રચાર-પ્રસાર કરવાના હેતુથી હળવદ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકો માટે બી.આર.સી.ખાતે આઈ.સી.પી.એસ. પોકસો, જે.જે.એકટ ૨૦૧૫ તેમજ બાળલગ્ન, બાળમજુરી, દતક વિધાન બાળકોની વિવિધ યોજનાઓ ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના કાર્યો તથા ભૂમિકાઓની સમજણ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટેની વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.એફ.પીપલીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ શેરશીયા, વિશાલભાઈ રાઠોડ, સમીરભાઈ લધડ, રંજનબેન મકવાણા તથા અરવિંદભાઈ ચાવડા હાજર રહ્યા હતા.

- text