મોરબી : ગરીબોને ૫૦૦થી વધુ જોડી નવા કપડાં વિતરણ કરી જન્માષ્ટમીની ઉજવણી

- text


ઇન્ડિયન લિયો ક્લબ દ્રારા કરાઈ જન્માષ્ટમીની અનોખી ઉજવણી

મોરબી : મોરબીમાં ઈન્ડિયન લીયો ક્લબ દ્વારા જન્માષ્ટમીનાં પાવન પ્રસંગે ગરીબ પરિવારોને કપડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના સંપન્ન પરિવારો પાસેથી અંદાજે ૫૦૦થી વધુ જોડી સારા કપડાં એકત્રીત કરીને તેને પરશુરામ ધામ આસપાસના તથા બાયપાસ રોડ પર આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારના પરિવારના બધા જ સભ્યોને આ કપડાંનું વિતરણ કર્યું હતું.

- text

આ કાર્યક્રમમાં મોરબી નગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ડો અનિલભાઈ મહેતા, ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈન્ડિયન લીયો ક્લબનાં પ્રમુખ વિસ્મય ત્રિવેદી, ઉપપ્રમુખ વેદાંગ ત્રિવેદી, ટ્રેઝરર વરુણ રામાવત, જોઈન્ટ સેક્રેટરી મયુર રાઠોડ સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- text