આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાહિત પ્રશ્નો માટે સી.આર.પી.સી. ૧૩૩ મુજબ મોરબી નગરપાલિકાને નોટીસ આપી

- text


મોરબી : આમ આદમી પાર્ટી મોરબી છેલ્લા અઢી માસથી ઉકરડા નાબૂદ મોરબી સહિત પ્રજાહિત પ્રશ્નો માટે લડત કરી રહી છે ત્યારે નિંભર તંત્રો દ્વારા કાગળ પર ફક્ત આશ્વાસન આપતા, નક્કર કામગીરી ના કરતા આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ પરેશ પારીઆની સૂચના અનુસાર આપના મોરબી જિલ્લા લીગલ સેલ અઘ્યક્ષ એડવોકેટ રહીશ માધવાની દ્વારા સી.આર.પી.સી. કલમ ૧૩૩ મુજબ પ્રથમ દર્શનીય કારણદર્શક નોટીસ મોરબી નગરપાલિકાને આપવામાં આવી છે.

જેમાં (૧)શહેરની પ્રજાને લાઈટ, પાણી, સફાઇ, આરોગ્ય જળવાય અને આર્થિક, શારીરિક કે માનસિક અને હાલાકી ન ભોગવવી પડે તે જવાબદારી અન્વયે (૨) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬, બિલ્ડીંગ વેસ્ટ મટીરીયલ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ની અમલવારીની જવાબદારી અન્વયે (૩) મોરબીના જાહેર સ્થળો પર રખડતા પશુઓને પ્રજાહિત માટે દૂર કરવા અન્વયે (૪) મોરબી શહેરના બિસ્માર થઈ ગયેલ રોડને અકસ્માત પહેલા સમારકામ કરવા અન્વયે (૫) મોરબી શહેરના જુના પૌરાણીક પાણી નિકલના સ્ત્રોતો પર મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરી બાંધકામ કરતા શહેરમાં રોજ ભૂગર્ભ ઉભરાતા પ્રશ્નો અને વરસાદી સમયે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જવા અન્વયે (૬) શહેરના ઘણા વિસ્તારોમાં રોડના ટેન્ડર પાસ થવા છતા કોન્ટ્રાક્ટ દ્વારા કામ ચાલુ ન કરવા અન્વયે બેદરકારી દાખવવામાં આવી રહી છે, જે અંગે તાત્કાલિક કાર્ય કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ૧૫ દિવસની નોટિસ પાઠવવામાં આવેલ છે. જો ૧૫ દિવસમાં આ અંગે કાર્ય ના થતા પ્રજાહિત માટે ના છૂટકે આમ આદમી પાર્ટી નામદાર કોર્ટના દ્વારે જશે જેમાં મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર, લાગતા વળગતા કર્મચારી, શહેરના હાલ પ્રજાના ચૂંટેલા નગર સેવકો સામે ફરજ બેદરકારી અને તેમને મળેલ બંધારણીય સતાનો દૂરઉપયોગ અંગે ઘોર બેદરકારી દાખવવાની પ્રવૃત્તિ કરવા સબબ પક્ષકાર કરવામાં આવશે તેવી નોટિસ પાઠવવામાં આવેલ છે.

- text

આ સમયે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર, ભરત બારોટ, પરેશ પારીઆ, રહીશ માધવાણી, મહાદેવભાઈ પટેલ, જય પટેલ, જીવનભાઈ જાલરીયા, ગોકલભાઈ પરમાર, મયુર બાવરવા, હસમુખ મકવાણા હાજર રહેલ.

 

- text