બી.એસ.એન.એલનું રંગપર ટેલિફોન એક્સચેન્જ બંધ થશે

- text


મોરબી : લેન્ડલાઈન ટેલિફોનના કનેક્શનો સતત ઘટી રહ્યા છે ત્યારે નાના સેન્ટરોમાં ટેલિફોન એક્સચેન્જ બંધ થવાની કગાર પર આવી ગયા છે. જે શ્રેણીમાં મોરબીનું રંગપર ટેલિફોન એક્સચેન્જ પણ બંધ થવા જઈ રહ્યું છે.

મોબાઈલના ફાસ્ટ જમાનામાં બીએસએનએલ પોતાની સેવા સુધારી શકવામાં નિષ્ફળ રહેતા એના ગ્રાહકો ક્રમશઃ તૂટતા ગયા. બીએસએલની મોબાઈલ સેવા પણ રગસિયા ગાડાંની માફક ચાલતી હોવાથી લોકપ્રિયતાને મામલે સાવ તળિયે છે. ત્યારે ઘટતા જતા લેન્ડલાઈન ફોન કનેકશન માટે ટેલિફોન એક્સચેન્જો હાલ ખોટનો ધંધો હોય ઓછી સંખ્યામાં કનેક્શનો ધરાવતા એક્સચેન્જો બંધ થઈ રહ્યા છે. આ શ્રેણીમાં હવે મોરબીના રંગપર એક્સચેન્જનો નંબર પણ લાગી ગયો છે. ભારત સંચાર નિગમ લીમીટેડએ રંગપર એક્સચેન્જ બંધ કરવાનો નિર્ણય લેતા ગ્રાહકોને આગોતરી જાણકારી માટે પત્ર મોકલાઈ રહ્યા છે. જેમાં ઓગષ્ટના બીજા સપ્તાહમાં એજસચેન્જ બંધ થવા જઈ રહ્યું હોવાની જાણકારી આપવામાં આવી છે. ખાતાકીય અને ટેક્નિકલ કારણોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવીને ‘અસીમ’ નામની અન્ય સ્કિમમાં જોડાવવા માટે ગ્રાહકોને વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આ સ્કિમ હેઠળ ગ્રાહક મોબાઈલમાં એમનો જૂનો નંબર ચાલુ રાખી શકે છે. અથવા ગ્રાહક તેમના હાલના મોબાઇલની સાથે બીએસએનએલનું સિમ કાર્ડ પણ લઈ શકે એવો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text