મોરબીની એલ.ઈ. કોલેજનાં પી.ડી. જાડેજાનો વિદાય સમારંભ

- text


પ્રિન્સીપાલના હસ્તે વ્યક્તિવિશેષનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

મોરબી : મોરબી લખધીરસિંહજી એન્જીનિયરીંગ કોલેજનાં પ્રદીપસિંહ ડી.જાડેજા (પી.ડી.જાડેજા)ને તેમની મોરબી એલ.ઈ.કોલેજમાં દીર્ઘકાલીન સેવા બાદ વયમર્યાદાનાં કારણે નિવૃત થતા પ્રિન્સીપાલ ડી.બી. વાગડીયાની અધ્યક્ષતામાં વિશેષ નિવૃત્તિ વિદાયમાન સાથે વ્યકિતવિશેષ સન્માન સમારોહ યોજાયો હતો.

મોરબીની એલ.ઈ. કોલેજના પી.ડી. જાડેજા વયમર્યાદાને કારણે સેવાનિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં પી.ડી.જાડેજાને વ્યકિત વિશેષ સન્માન સાથે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ તકે પ્રિન્સીપાલ વાગડીયા સહીત તમામે તેઓનાં મિલનસાર સેવાભાવી સ્વભાવ સહીત તમામને ઉપયોગી બનવાં હંમેશા તત્પરતા સહીત તમામ સાથીકર્મચારીગણ સહીત નાનામાં નાના કર્મચારી અને વિદ્યાર્થીઓ સહીત તમામને પોતાનાથી શકય તમામ રીતે મદદરુપ બની કર્મશીલ વ્યકિતત્વની ઉમદા પ્રકૃતિસાર અન્યને મદદરુપ બનવાની આગવી ભાવનાને આ તકે બિરદાવવામાં આવી હતી. તેઓની નિવૃત્તિ બાદ સ્વસ્થ, તંદુરસ્ત, દીર્ઘાયુ જીવન માટે તમામે શુભેચ્છા પાઠવી હતી. પોતાના પ્રતિભાવમાં પી.ડી.જાડેજાએ પ્રિન્સિપાલ ડી.બી.વાગડીયા સહીત પોતાના તમામ સહકર્મચારીગણ, કોલેજ સ્ટાફ સહીત તમામનો ઉષ્માભર્યા સહકાર આપવા બદલ પી.ડી.જાડેજાએ આભાર માન્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text