મોરબી : પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત નોટીફાઈડ પાકોની યાદી જાહેર કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લાના નાયબ ખેતી નિયામક દ્વારા જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં ખરીફ-૨૦૧૬થી અમલી બનેલ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત લાભ લેનાર ખેડૂતોને જુદા-જુદા જોખમો સામે વીમાનું રક્ષણ પૂરૂ પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત ધીરાણ લેનાર તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે છે તથા જે ખેડૂતોએ ધીરાણ લીધું ન હોય તેવા ખેડૂતો પણ પ્રીમીયમ ભરી લાભ લઈ શકે છે.

મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત નોટીફાઈડ થયેલા પાકોની યાદી જાહેર કરવામાં આવી છે. જે અન્વયે મોરબી જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખરીફ-૨૦૧૯ સીઝન માટે મોરબી તાલુકામાં મગફળી, એરંડા, તલ, કપાસ (પિયત), કપાસ (બિનપિયત), ટંકારા તાલુકામાં મગફળી, તલ, કપાસ (પિયત), કપાસ (બિનપિયત), વાંકાનેર તાલુકામાં મગફળી, કપાસ (પિયત), હળવદ તાલુકામાં બાજરી, મગ, અડદ, મગફળી, એરંડા, તલ, કપાસ (પિયત), કપાસ (બિનપિયત) અને માળિયા (મિં.) તાલુકામાં બાજરી, મગફળી, એરંડા, તલ, કપાસ (પિયત), કપાસ (બિનપિયત) પ્રમાણેના પાકો નોટીફાઈડ થયેલ છે.

- text

મોરબી જિલ્લાના જુદા જુદા તાલુકા માટે નોટીફાઈડ થયેલા પાકો પૈકી મગફળી, એરંડા, તલ, કપાસ (પિયત), કપાસ (બિનપિયત), બાજરી, મગ, અડદ પાકનો વીમો ઉતારવા ખેડૂતોએ ૨ ટકા અને કપાસ (પિયત) માટે ૫ ટકા પ્રીમીયમ ભરવાનું થાય છે. ખરીફ-૨૦૧૯ ઋતુ માં મોરબી જિલ્લા માટે યુનિવર્સલ સોમ્પો જનરલ ઈન્‍સ્યોરન્‍સ કંપની વીમા કંપની તરીકે નક્કી થયેલ છે. ખરીફ-૨૦૧૯ દરમિયાન પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ મગફળી, તલ, કપાસ (પિયત), કપાસ (બિનપિયત), બાજરી, મગ, અડદ પાક માટે ૧૫/૦૭/૨૦૧૯ તથા એરંડા પાક માટે ૩૧/૦૮/૨૦૧૯ નક્કી થઈ આવેલ છે. જેની તમામ ખેડૂતોને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text