મોરબી જિલ્લામાં ખાનગી શાળામાંથી 1006 બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

- text


જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શિક્ષકોની ટીમના ભગીરથ પ્રયાસોથી સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા વધતા ઉજળા સંજોગો નિર્માણ થયા : સૌથી વધુ બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવવામાં મોરબી તાલુકો મોખરે

મોરબી : સરકારી શિક્ષણ કથળતું હોવાથી સરકારી શાળાઓમાં ઉતરોતર બાળકોની સંખ્યા ઘટતી હોવાની વર્ષોની ફરિયાદો વચ્ચે મોરબી જિલ્લામાં ઉજળા સંજોગો નિર્માણ થયા છે.ખાસ કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શિક્ષકોની ટીમના ભગીરથ પ્રયાસોથી મોરબી જિલ્લામાં ખાનગી શાળામાંથી 1006 બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.જેમાં સૌથી વધુ બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હોય તેવો મોરબી તાલુકો છે. વર્ષોથી સરકારી પ્રાથમિક શિક્ષણ કથળી ગયું હોવાની ફરિયાદો સાથે ઘણા વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાંથી બાળકોને ઉઠાડીને ખાનગી શાળામાં બેસાડતા હોય છે.પણ મોરબી જિલ્લામાં ઊલટું બન્યું છે.હાલમાં ખાનગી શાળાઓમાં બાળકીને શિક્ષણ આપવાનો વધતો ક્રેઝ વચ્ચે મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા વધી હોવાના હૃદય મનને ટાઢક મળે તેવા સતાવાર અહેવાલો મળ્યા છે.જેમાં મોરબી જિલ્લામાં ચાલુ સત્ર માં કુલ 1006 બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.જેમાં મોરબી તાલુકો મોખરે છે.જિલ્લામાં સૌથી વધુ 542 બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રેવશ મેળવ્યો હોય એવો મોરબી તાલુકો છે.

- text

ત્યારબાદ વાંકાનેર તાલુકામાં 232, હળવદ તાલુકામાં 127 ટંકારા તાલુકામાં 58 અને માળીયા મિયાણા તાલુકામાં 55 બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.જેમાં મોરબી જિલ્લામાં પાંચેય તાલુકાઓની સરકારી શાળાઓમાં ધોરણ વાઇઝ બાળકોને મેળવેલા પ્રવેશની સંખ્યા જોઈએ તો ધો.2માં 196, ધો.3માં 215, ધો.4માં 189, ધો.5માં 125, ધો.6માં 98, ધો.7માં 106 અને ધો.8માં 77 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે.મોરબી જિલ્લા શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ અને કર્મનિષ્ઠ શિક્ષકોની ટીમે સરકારી શાળામાં બાળકોની સંખ્યા વધે તે માટે સક્રિય પ્રયાસો હાથ ધર્યા હતા.સાથેસાથે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગામલોકોના બાળકોને ગામની સરકારી શાળામાં જ ભણાવવાના નિર્ણયે પણ ધારી અસર ઉપજાવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે. ખાનગી શલાઓમાં ફ્રી વધારાનો પણ વાલીઓમાં ભારે વિરોધ થયો હતો.બાદમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ ખુદ આગળ આવીને પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને ગામની સરકારી શાળામાં ભણવા બેસાડ્યા હતા.આ રીતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શિક્ષકોની ટીમ તથા જે તે ગામના લોકોની જાગૃતિને કારણે સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા વધી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text