મોરબી : વ્યસન જાગરૂકતા અર્થે નિબંધ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : ભારતમાં અને ખાસ કરીને ગુજરાત, સૌરાષ્ટ્રમાં પાન, ફાકી, માવા, ગુટખા, બીડી, સિગારેટ જેવા નિકોટિનના વ્યસનીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. તમાકુને લગતા વ્યસનો સર્વ સામાન્ય બનતા એનો કોઈ છોછ રહ્યો નથી. વધુ ચોંકાવનારી બાબત એ છે કે તમાકુની તમામ પ્રકારની પ્રોડક્ટને લગતા વ્યસનો બાળકો, કિશોરો અને મહિલાઓમાં પણ ફેલાઈ રહ્યા છે, ત્યારે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા સત્યમ વિધાલય મોરબી ખાતે વ્યસન અંગે જાગૃતતા અર્થે નિબંધ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને ઈનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

- text

વિદ્યાર્થી અવસ્થાથી જ તમાકુના ભય સ્થાનો અંગે જો જાગરૂકતા લાવવામાં આવશે તો જ આવનારી પેઢી તમાકુથી થનારા વિનાશથી બચી શકશે. દરેક શાળા કોલેજો આ વિષય અંતર્ગત ખાસ અભિયાન ચલાવે એ સમયની માંગ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text