મોરબી : ઉમિયા સર્કલ પાસે ખાડાઓના લીધે રીક્ષા પલ્ટી ખાઈ ગઈ

- text


સતત ગટરો ઉભરાવાને કારણે લોકોને હાલાકી : ટ્રાફિક જામને લીધે લોકો ત્રસ્ત

મોરબી : મોરબીના ઉમિયા સર્કલ પાસે ગટરો સતત ઉભરાઈ રહી છે અને ખાડાના લીધે અવાર નવાર અકસ્માત થવાનો ભય સર્જાઈ રહ્યો છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે સવારે આ ખાડાઓના લીધે એક રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી.

- text

મોરબીના ઉમિયા સર્કલ પાસે ગટરો ઉભરાવાને લીધે અને ખાડાઓને લીધે વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ ઉદભવે છે. આથી રસ્તે આવતા જતા લોકોને ખુબ હાલાકીનો સામનો કરવો પડે છે અને સતત અકસ્માતનો ભય રહે છે. તેવામાં આજે સવારે આ ખાડાને લીધે એક રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી અને રસ્તે આવતા જતા લોકોએ આ રીક્ષા ઉભી કરી હતી અને રીક્ષાનો સામાન ફરી રિક્ષામાં ભર્યો હતો. ઉમિયા સર્કલ પાસે દરરોજ ગટરો ઉભરાવાને લીધે અને ખાડાને લીધે ટ્રાફિક જામની સમસ્યા વકરતી જાય છે અને સવાર, બપોર, સાંજ કોઈ પણ સમયે ઉમિયા સર્કલે ટ્રાફિક જામ રહે છે. જેથી વાહનચાલકો પરેશાન છે. આ ઉપરાંત ઉમિયા સર્કલના આસપાસના વિસ્તારમાં જે શાળાઓ આવેલી છે, તેના વિદ્યાર્થીઓ પણ ઘણી વખત સાઇકલ પર જતા હોઈ, આ ખાડામાં પડી જાય છે અને નાની-મોટી ઇજાનો ભોગ બને છે. આવા સમયે તંત્ર કોઈ આ બાબતે કોઈ પગલાં લે છે, કે કોઈ મોટી દુર્ઘટના બને એની રાહ જુએ છે એવો પ્રશ્ન લોકોના મનમાં ઉપજે છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text