મોરબી પાલિકાની સિટી બસ સેવા ખાડે : આવક કરતા ત્રણ ગણો ખર્ચ

- text


દિન પ્રતિદિન મુસાફરોની સંખ્યામાં પણ ઘટાડો : જે વિસ્તારોમાંથી ટ્રાફીક મળી શકે તે વિસ્તારોમા રૂટ જ નથી : સુચારૂ આયોજન જરૂરી
વર્ષ 2018-19માં સીટી બસમાંથી આવક થઈ માત્ર 12.68 લાખની, જ્યારે ખર્ચ થયો અધધધ 39.73 લાખનો

મોરબી : મોરબી પાલિકાની સીટી બસ સેવા ખાડે જઇ રહી છે. સીટી બસ પાછળ આવક કરતા ત્રણ ગણો વધારે ખર્ચ થઈ રહ્યો છે. સીટી બસમાં દિન પ્રતિદિન મુસાફરોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે વિસ્તારોમાંથી ટ્રાફીક મળી શકે તે વિસ્તારોના રૂટ જ નથી. હાલ બસ ખાલે ખાલી જતી હમેશા નજરે પડે છે. ત્યારે આ સીટી બસ સેવા મારફતે આવક મેળવવા તેમજ લોકોને ખરા અર્થમાં સરળ પરિવહન સેવા પૂરી પાડવા માટે પાલિકાએ સુચારુ આયોજન ઘડી કાઢવાની તાતી જરૂરીયાત ઉભી થઇ છે.

મોરબીમાં લોકોને પરિવહન સેવા સરળતાથી અને ઓછી કિંમતે મળી રહે તેમજ તેમાંથી થોડી આવક થાય તેવા આશયથી પાલિકા દ્વારા સીટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. હાલના સમયમાં શહેરના ગાંધી ચોકથી લજાઈ, ગાંધી ચોકથી સામાકાંઠે, ત્રાજપરથી કુળદેવી પાન અને ગાંધીચોકથી રવાપર રોડ આમ કુલ 4 બસો દોડી રહી છે.

જો કે આ ચાર બસોની સેવા પાછળ પાલિકા દર વર્ષે ખૂબ મોટી રકમની ખોટ ભોગવી રહી છે. અલબત્ત પાલિકા સીટી બસમાંથી જેટલી આવક કરે છે. તેનાથી બમણો તો સીટી બસ પાછળ ખર્ચ કરે છે. પાલિકામાંથી મળતી આંકડાકીય વિગતો જોઈએ તો વર્ષ 2017-18મા સીટી બસ સેવામાં 1,68,369 મુસાફરોએ મુસાફરી કરી હતી. જેનાથી રૂ. 14,05,515ની આવક થઈ હતી. સામે પાલિકાને સીટી બસ પાછળ રૂ. 33,73, 286 જેટલો ખર્ચ પણ થયો હતો.

- text

વર્ષ 2018-19મા મુસાફરોનો આંકડો ઘટીને 1,60,600એ પહોંચ્યો છે. આ મુસાફરો પાસેથી પાલિકાને રૂ. 12,68,000ની આવક થઈ હતી. જ્યારે સામે રૂ. 39,73,010નો ખર્ચ ભોગવવો પડ્યો હતો. આમ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે પાલિકાની સીટી બસ સેવા ખાડે જઇ રહી છે. મુસાફરોની સંખ્યા પણ ઘટતી જઇ રહી છે.

હાલ પાલિકા દ્વારા જ્યાં જરૂરિયાત છે તેવા ટ્રાફિક વાળા રૂટ શરૂ કરવામા આવતા નથી. જેમ ચાલે છે તેમ ચાલવા દેવાની પાલિકાની મનોવૃત્તિના કારણે સીટી બસ સેવા દિન પ્રતિદિન કથળતી જઇ રહી છે. ઘણા એવા પછાત વિસ્તારો છે. જ્યા પરિવહન સેવાની ભારે આવશ્યકતા છે. આવા વિસ્તરોમાં પાલિકાએ સિટી બસના રૂટ શરૂ કરવાની જરૂર છે. વધૂમા સીટી બસને ખોટના ખાડામાંથી ઉગારવા માટે પાલિકાને સુચારુ આયોજનની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text