મોરબી : રાજકોટ હાઇવે પર મેટાડોર અને અલ્ટો કારને અકસ્માત નડ્યો

- text


ભંગાર ભરેલું મેટાડોર પલટી જતા એક તરફનો રોડ બંધ થયો

મોરબી : મોરબી- રાજકોટ હાઈવે પર ફોર લેનની કામગીરી ચાલી રહી છે. જોકે ધીમી કામગીરીતેમજ સુરક્ષાના અભાવને પગલે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં આજે મોરબી રાજકોટ હાઈવે પર બે સ્થળે અકસ્માતો સર્જાયા હતા.

મોરબી-રાજકોટ હાઈવે ફોરલેન બનાવવાની કામગીરી વચ્ચે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં શનિવારે સવારે બે અકસ્માતો સર્જાયા હતા. પહેલા અકસ્માતમાં મોરબીના અજંતા ફેક્ટરી નજીક એક અલ્ટોકાર નંબર GJ03 FD 3207 ડીવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી.

- text

જયારે અન્ય અકસ્માતના એક બનાવમાં કાગદડી નજીકથી પસાર થતું ભંગાર ભરેલુ મેટાડોર પલટી મારી ગયું હતું. જેને પગલે મેટાડોરમાં ભરેલ ભંગારનો ઢગલો રોડ પર વેરવિખેર થઈ જતા એક તરફનો રોડ બંધ થતા હાઈવે પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. મોરબી- રાજકોટ હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતો છતાં તંત્ર હજુ નિંદ્રાધીન છે. ધીમી ગતિએ ચાલતા હાઈવે નિર્માણના કાર્યમાં સલામતી અંગેના યોગ્ય પગલાં ભરવામાં આવતા ન હોવાથી વારંવાર અકસ્માતો સર્જાય છે છતાં તંત્ર ગંભીરતા દાખવતું નથી જે અંગે વાહન ચાલકોએ રોષ વ્યકત કર્યો હતો.

 

 

- text