કહેવાતા ગૌરક્ષક પર ઉપજાવી કાઢેલ ફાયરિંગના ગુન્હામાં વધુ એક શખ્સની ધરપકડ

- text


મોરબી : થોડા મહિનાઓ પહેલા મહેન્દ્રનગર ગામના કહેવાતા ગૌરક્ષકની કાર પર ફાયરિંગ થયું હતું. આ ગુન્હામાં પોલીસે ઝીણવટભરી તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખી ખુદ ફરિયાદીને જ આરોપી બનાવ્યો હતો. જે તે સમયે આ બનાવ અંગે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી ત્યારે આજે એક વધુ આરોપીની ધરપકડ કરાઈ હતી.

બનાવની વિગત મુજબ થોડા મહિના પહેલા મહેન્દ્રનગર ગામે કહેવાતા ગૌરક્ષક દિનેશ લોરીયાની કાર પર કોઈ અજાણ્યા ઈસમો ફાયરિંગ કરી ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ હતી. પોલીસની તલસ્પર્શી તપાસ બાદ ફરિયાદી દિનેશ લોરીયાએ ખુદ પોતાની કાર પર ફાયરિંગ કરાવ્યાનો ઘટસ્ફોટ થતા ફરિયાદી ખુદ આરોપીના કઠોડામાં આવી ગયો હતો. ત્યાર બાદ આ ઘટનામાં દીનેશને સાથ આપનાર કુલ ત્રણ સહિત દીનેશની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ બનાવમાં જેની સંડોવણી બહાર આવી હતી એવા અન્ય એક આરોપી મહેન્દ્રનગરના સંદીપ મેરજાની આજ રોજ ધરપકડ કરાઈ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text