મોરબી : ડ્રિસ્ટ્રીકટ જજ ઘોઘારી મેડમનો વિદાય સમારોહ યોજાયો : નવા ડ્રિસ્ટ્રીકટ જજે આજથી ચાર્જ સાંભળ્યો

- text


અન્ય બે જજની પણ નિમણુક

મોરબી : મોરબીમાં પંચમહાલ ગોધરાથી બદલી થઈને આવેલા નવા ડ્રિસ્ટ્રીકટ જજે આજથી વિધિવત ન્યાય પ્રક્રિયાનો શુભારંભ કર્યો છે. જ્યારે મોરબીથી મોડાસા ખાતે બદલી પામેલા ડ્રિસ્ટ્રીકટ જજનો વિદાય સમારંભ યોજાયો હતો. તેમજ અન્ય બે જજની પણ નિમણુક કરવામાં આવી છે.

મોરબીના ડ્રિસ્ટ્રીકટ જજ રીઝવાના ઘોઘારી મેડમની તાજેતરમાં મોડાસા ખાતે બદલી કરવામાં આવી હતી અને તેમના સ્થાને પંચમહાલ ગોધરાના ડ્રિસ્ટ્રીકટ જજ ઓઝા સાહેબની નિમણુક કરવામાં આવી છે ત્યારે આજે આ નવા ડ્રિસ્ટ્રીકટ જજ ઓઝા સાહેબએ વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. અને મોડાસા ખાતે બદલી થયેલા ઘોઘારી મેડમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ ઉપરાંત અન્ય બે ન્યાયાધીશની પણ મોરબીમાં નિમણૂક કરવામાં આવી છે. જેમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વોરા સાહેબ અને સિનિયર સિવિઝલ વંદના મેડમને વકીલો દ્વારા ઉષ્માભેર આવકાર આપવામાં આવ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

- text