મોરબીની સિવિલ હોસ્પિટલના આઉટસોર્સના કર્મચારીઓનું કરાતું શોષણ

- text


દર મહીને 50 કર્મચારીઓને માત્ર 5300 રૂપરડીનો ચૂકવાતો પગાર

કર્મચારીઓની હોસ્પિટલના અધિક્ષક અને ઉચ્ચકક્ષાએ રજુઆત

હોસ્પિટલના અધિક્ષક યોગ્ય કાર્યવાહી કરવાને બદલે નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત આઉટસોર્સના કર્મચારીઓના શોષણથી વિવાદમાં આવી ગઈ છે.જેમાં આઈટસોર્સના કર્મચારીઓએ હોસ્પિટલ તંત્ર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યાની ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.જેમાં દર મહિને વેતન ઓછું આપતું હોવાની તથા હક્ક હિસ્સાનો લાભ આપવામાં આવતો ન હોવાની રજુઆત કરી છે અને હોસ્પિટલના અધિક્ષક યોગ્ય કાર્યવાહી કરવાને બદલે નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

મોરબી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઇઝ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓએ સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી કે , મોરબીની સિવિલ હોસ્પિટલમાં આશરે 50 જેટલા કર્મચારીઓ કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરે છે .પરંતુ આ કર્મચારીઓનું વેતનમાં શોષણ કરવામાં આવી રહ્યું છે.જોકે કોન્ટ્રકટરોને દર મહિને 8 હજાર રૂપિયાનું મળે છે.જ્યારે આ આઉટસોર્સના કર્મચારીઓને દર મહિને માત્ર રૂ.5300નો પગાર કોન્ટ્રકટર ચૂકવે છે.અને અન્ય હક હિસ્સાનો લાભ પણ આપવામાં આવતો નથી.જ્યારે જ્યારે આ કર્મચારીઓ વેતનમાં શોષણ બાબતે અવાજ ઉઠાવે ત્યારે હોસ્પિટલ તંત્ર તેમનો અવાજ દબાવવાનો હીન પ્રયાસ કરે છે.જોકે હોસ્પિટલના અધિક્ષક આ રજુઆત સાંભળીને વેપન બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની બદલે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેમ નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપતા હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે.તેમજ સાજા માદા હોય તો રજા લેવા જય ત્યારે પણ આવી જ ધમકીઓ આપે છે.ત્યારે આ બાબતે હોસ્પિટલના અધિક્ષક અને ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

હોસ્પિટલના અધિક્ષકે ઉદ્ધત વર્તન કર્યું

આઉટસોર્સના કર્મચારીઓ ગઈકાલે હોસ્પિટલના અધિક્ષકને રજુઆત કરવા ગયા હતા.ત્યારે હોસ્પિટલના અધિક્ષક પોતાની પોલ ખુલી ન જાય તે માટે મીડિયાની હાજરી જોઈને રીતસર તાડુંક્યા હતા.અને કર્મચારીઓને ખખડાવી નાખીને પત્રકારો સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું.તેમજ પત્રકારોને અહીંયા રિપોટીંગ કરવા આવવું નહિ તેમ કહીને વાણી વિલાસ કર્યો હતો.કર્મચારીઓને પણ મીડિયા તમારો પ્રશ્ન ઉકેલી દેશે અહીંયા રજુઆત કરવા આવવું નહિ તેમ કહીને તોછડું વર્તન કર્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text