મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે

- text


શોભાયાત્રા સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

મોરબી : મોરબીમાં આવતીકાલે વૈષ્ણવ સંપ્રદાયના આરાધ્ય દેવ મહાપ્રભુજીનો 542મો પ્રાગટય મહોત્સવ ભકિતભાવ પૂર્વક ઉજવાશે અને મહાપ્રભુજીના પ્રાગટય મહોત્સવ નિમિતે શોભાયાત્રા સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાયના આરાધ્ય દેવ મહાપ્રભુજીના તા.30 એપિલે યોજાનાર પ્રાગટય મહોત્સવને ધર્મોલ્લાસભેર ઉજવવા સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયમાં હરખની હેલી જોવા મળી રહી છે.સમગ્ર ભારતમાં 84 બેકઠોમાની એક મહાપ્રભુજીની બેઠક મોરબીના સામાકાંઠે એલ.ઇ.કોલેજ પાછળ આવેલી છે.જ્યાં કાલે પુષ્ટિમાર્ગના આરાધ્ય દેવ વૈશ્વનવાનર વિભુનાં 542 પ્રાગટય મહોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવવાનું આયોજન કરાયું છે.જેમાં પ્રાગટય મહોત્સવ નિમિતે તા.30 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે મંગલા દર્શનની આરતી, સવારે 8 વાગ્યે ગિરિરાજ સ્નાન, સવારે 10-30 વાગ્યે પલના દર્શન, બપોરે 1 વાગ્યે રાજભોગ દર્શન, બપોરે 3,-30 વાગ્યે નંદ મહોત્સવ, સાંજે 6-30 વાગ્યે તિલક દર્શન ત્યારબાદ દરબાર ગઢથી મદનમોહન લાલજીની હવેલી સુધી વરણાગી અને સવારના 7થી બપોરના 12 વાગ્યા સુધી ઝારીજી ચરણ સ્પર્શ સહિતના કાર્યક્રમો યોજાશે, આ કાર્યક્રમોના વૈષ્ણવ સમાજને લાભ લેવા અતુલભાઈ ભટ્ટે અનુરોધ કર્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text